Banas Dairy Election : વધુ એક બેઠક બિનહરીફ, શંકર ચૌધરીનો દબદબો યથાવત!
- Banas Dairy Election માં શંકર ચૌધરીનો દબદબો યથાવત
- નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ
- કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ થયા
- ડિરેક્ટર પદની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તુ કપાયું
Banas Dairy Election : બહુચર્ચિત બનાસ ડેરીની ચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બનાસ ડેરીની ચૂંટણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો (Shankar Chaudhary) દબદબો યથાવત રહ્યો છે. કારણ કે નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ થઈ છે. કાંકરેજ બેઠક પર ભાજપના બાબુ ચૌધરી (Babu Chaudhary) બિનહરીફ થયા છે. સહકારી આગેવાન અણદાભાઈ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના (BJP) ઉમેદવાર બિનહરીફ રહ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 16 માંથી 15 બેઠક બિનહરીફ થઈ છે.
આ પણ વાંચો - Arjun Modhwadia : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો અનોખો અંદાજ, Video વાઇરલ
Banas Dairy Election માં વધુ એક બેઠક બિનહરીફ
બનાસડેરીની ચૂંટણીમાં ભાજપનો ફરી વાર દબદબો જોવા મળ્યો છે. કારણ કે, વધુ એક બેઠક ભાજપનાં ખાતામાં આવી છે. માહિતી અનુસાર, કાંકરેજ બેઠક (Kankrej) પરથી ઉમેદવાર અણદા પટેલે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના બાબુ ચૌધરી બિનહરીફ થયા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 16 માંથી 15 બેઠક બિનહરીફ થઈ છે. જો કે, દાંતા બેઠક પર હજું પણ પાંચ ઉમેદવાર મેદાનમાં છે. દાંતામાં અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણી જંગ જામશે એવી માહિતી છે. દાતા તાલુકામાં ડિરેક્ટર પદ માટેની ચૂંટણી લડાશે.
આ પણ વાંચો - Gujarat Politics : મોરબી બાદ હવે રાજકોટમાં 'ચેલેન્જ' ની રાજનીતિ!
ડિરેક્ટર પદની ચૂંટણીમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું પત્તુ કપાયું!
દિયોદર બેઠકની વાત કરીએ તો રમીલાબેન ચૌધરી બિનહરીફ થયા છે. જણાવી દઈએ કે, 10 ઓક્ટોબરે ચૂંટણી થશે જ્યારે 11 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે ડિરેક્ટર પદની ચૂંટણીમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીનું (Hari Chaudhary) પત્તુ કપાયું હોવાનાં સમાચાર છે. ભાજપે પાલનપુર, કાંકરેજ સહિત 6 બેઠક માટે મેન્ડેટ આપ્યા છે. પાલનપુર બેઠક પર ભરત પટેલ, કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરી, દાંતીવાડા બેઠક પર પરથીભાઇ ચૌધરી, ધાનેરા બેઠક પર જે.કે. પટેલ, વડગામ બેઠક પર ફલજીભાઈ પટેલ અને દાંતા બેઠક પર અમરતજી ઠાકોરને મેન્ડેટ અપાયા છે. બનાસ ડેરીની 16 સભ્યોની નિયામક મંડળની બેઠક બિનહરીફ રહી છે.
બેઠક અને ઉમેદવાર
રાધનપુર- શંકરભાઈ ચૌધરી
સુઈગામ- મૂળજીભાઈ ચૌધરી
ભાભર- અંબાબેન ચૌધરી
કાંકરેજ- બાબુભાઈ ચૌધરી
ડીસા- કમળાબેન આલ
ધાનેરા- જે કે પટેલ
દાંતીવાડા- પરથીભાઇ ચૌધરી
પાલનપુર- ભરત પટેલ
અમીરગઢ- ભાવાભાઈ રબારી
વડગામ- ફલજીભાઈ ચૌધરી
થરાદ- પરબતભાઈ પટેલ
સાંતલપુર- રાઘાભાઈ આહીર
વાવ- માનીબેન રાયમલભાઈ પટેલ
લાખણી- તેજાભાઈ પટેલ
આ પણ વાંચો - Vadodara : નવરાત્રિ વચ્ચે મેઘરાજાની ધબધબાટી! શું આજે પણ ગરબા રદ થશે?


