ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha વિભાજનની ફરિયાદ હોય તો લેખિત રજૂઆત કરો! વિરોધને લઈને કલેક્ટરનો મહત્વનો નિર્ણય

Banaskantha: બનાસકાંઠામાં વિભાજનનો વિરોધને લઈને કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું કે, નાગરિકો હવે વિભાજનની ફરિયાદ કે રજૂઆત કરી શકશે.
09:49 AM Jan 31, 2025 IST | VIMAL PRAJAPATI
Banaskantha: બનાસકાંઠામાં વિભાજનનો વિરોધને લઈને કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું કે, નાગરિકો હવે વિભાજનની ફરિયાદ કે રજૂઆત કરી શકશે.
Banaskantha
  1. ગામ અને તાલુકાના અરજદારો પ્રાંત અધિકારીને કરી શક્શે રજૂઆત
  2. 2જી ફેબ્રુઆરી સુધી લેખિત ફરિયાદ અને અરજી સ્વીકારવામાં આવશે
  3. 2જી ફેબ્રુઆરીએ રજા હોવા છતા પણ અરજી સ્વીકારવામાં આવશે

Banaskantha: બનાસકાંઠાનું વિભાજન થયું તેને લઈને અત્યારે કેટલાક જિલ્લાઓના લોકો ભારે વિરોધ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ધાનેરા, દિયોદર અને કાંકરેજના લોકો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે બનાસકાંઠામાં વિભાજનનો વિરોધને લઈને કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું કે, નાગરિકો હવે વિભાજનની ફરિયાદ કે રજૂઆત કરી શકશે. ચાલો વિગતે જાણીએ શું કહ્યું કલેક્ટરે...

આ પણ વાંચો: Gujarat: શું ગુજરાતમાં માવઠું થશે? ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગે આપી વિગતો

વિરોધ માટે લેખિત સ્વરૂપમાં કરવાની રહેશે અરજી

બનાસકાંઠાના વિભાજનને લઈને કલેકટરે કહ્યું કે, ‘જિલ્લાના તમામ જે નાગરિકો છે, તેમને આ જે વિભાજનની રજૂઆત કરવામાં આવી છે, તેની અનુસંધાને કોઈ પણ રજૂઆત કરવી હોય તો તે રજૂઆત લેખીત સ્વરૂતે આગામી તારીખ 2જી ફેબ્રુઆરીએ સાંજે 6.10 કલાક સુધી ગામ અને તાલુકાના અરજદારો પ્રાંત અધિકારીને રજૂઆત કરી શકશે’.’ નોંધનીય છે કે, ‘2જી તારીખે રવિવાર હોવા છતાં પણ આ અરજીઓ સ્વીકારવા માટે બનાસકાંઠાની તમામ કચેરીઓ ચાલુ રહેશે’ તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

આ પણ વાંચો: પાલિકા ચૂંટણી માટે BSP માંથી 2, અપક્ષમાંથી 2 ફોર્મ ભરાયાં, જાણો શું કહે છે રાજકીય પંડિતો ?

2જી ફેબ્રુઆરીએ રજા હોવા છતા પણ અરજી સ્વીકારવામાં આવશે

બનાસકાંઠાના વિભાજનને લઈને દરેક વ્યક્તિને રજૂઆત કરવાનો અધિકારી છે, તેના માટે આવતા રવિવારે પણ જિલ્લાની તમામ કચેરીઓ ચાલુ રહેવાની છે. હવે જોવાનું એ રહે છે કે, કેટલા લોકો દ્વારા અરજીઓ કરવામાં આવે છે. વિરોધ તો દરેક બાજુ થઈ રહ્યો છે પરંતુ જોવાનું એ રહે છે કે, શું લોકો લેખિતમાં પણ રજૂઆતો કરવા જશે કે કેમ? જો કે, જિલ્લા કલેક્ટરે તો કહ્યું કે, વિભાજનની ફરિયાદ અથવા રજૂઆત નાગરીકો કરી શકવાના છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Banaskantha District Collectordistrict collectorDistrict Collector BanaskanthaDivision of BanaskanthaDivision of Banaskantha NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Banaskantha NewsLatest Gujarati NewsOpposition to partitionVav-Tharad districtwritten submission
Next Article