Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પોનું આયોજન

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ 2023-24 ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો–2023'નું આયોજન તા. 4, 5 અને...
surat   સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પોનું આયોજન
Advertisement

અહેવાલ : આનંદ પટ્ટણી, સુરત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ 2023-24 ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો–2023'નું આયોજન તા. 4, 5 અને 6 ઓગષ્ટ, 2023 ના રોજ સવારે 10.00 થી સાંજે 6.00 કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો.

Advertisement

એક્ષ્પોનું પાંચમું એડિશન

સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડિશન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 90 જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સે પ્રદર્શનમાં ભાગ લીધો છે.

Advertisement

શું છે હેતું?

વડાપ્રધાને દેશના વિકાસ માટે નવી કલ્પનાથી ભારતના વિકાસનું વિઝન જોયું છે અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નવી પ્રોડકટ તેમજ અદ્યતન ટેકનોલોજી સાથેની મશીનરી ભારતમાં જ બનાવીએ તે દિશામાં આગળ વધવાનું છે. આ મશીનરીના સ્પેરપાર્ટસ પણ ભારતમાં જ બને અને તેના દ્વારા બનેલા ઉત્પાદનો અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ કરવાના છે. SGCCI ના વાવટા વિશ્વના 84 દેશોમાં ફરકે એવા દૃઢ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તૈયારી અંતર્ગત આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારના યાર્નનું પ્રદર્શન

આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. ત્રણ દિવસ દરમ્યાન આશરે 20 હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો

યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવ્યો છે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે 84 દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવાના ભાગ રૂપે 84 પ્રકારના યાર્ન અને 84 દેશોના વાવટા ફરકાવતી 84 હોળીઓ સુરતના બંદર પર લંગારેલી તાદ્રશ્ય થાય તેવું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવ્યું છે.

આ પણ વાંચો : SURAT : સમુદ્રના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ મીઠું પાણી બનાવવાના પ્લાન્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×