Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Padma Shri Bhikhudan Gadhvi: ‘હવે ક્યાંય પણ ડાયરો નહીં કરું’ જામવાળા પીઠડધામ ખાતે કરી છેલ્લા ડાયરાની જાહેરાત

Padma Shri Bhikhudan Gadhv એ જામવાળા પીઠડધામ ખાતે છેલ્લા ડાયરામાં કહ્યું કે, ‘હવે ક્યાંય પણ ડાયરો નહીં કરું"
padma shri bhikhudan gadhvi  ‘હવે ક્યાંય પણ ડાયરો નહીં કરું’ જામવાળા પીઠડધામ ખાતે કરી છેલ્લા ડાયરાની જાહેરાત
Advertisement
  1. પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે ડાયરો નહીં કરે!
  2. આ નિર્ણયથી ગુજરાતી લોકસાહિત્યને મોટી ખોટ પડશે
  3. લોક કલાકાર ભીખુદાન ગઢવીએ લીધો મોટો નિર્ણય

Padma Shri Bhikhudan Gadhvi: ગુજરાતને સાહિત્ય થકી દેશ-દુનિયામાં આગવી ઓળખ અપાવવા માટે અનેક લોકસાહિત્યકારોએ મોટો ભાગ ભજવ્યો છે. જેમાં નામ તો ગણ્યા ગણાય એમ છે જ નહીં! પરંતુ પ્રમુખમાં કોઈનું નામ લેવું હોય તો પદ્મ શ્રી ભીખુદાન ગઠવીનું નામ લેવામાં જરાય અતિશયોક્તિ નથી. પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે ડાયરો નહીં કરે તેવો તેમણે ખુદ નિર્ણય કર્યો છે. સ્વાભાવિક છે કે, તેમના આ નિર્ણયથી ગુજરાતી લોકસાહિત્યને મોટી ખોટ પડવાની છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રીએ જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે 52 કરોડ મંજૂર કર્યા

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભીખુદાનની લોકકલાના મોટા ફેન

પ્રખ્યાત લોકગીત અને લોક સંસ્કૃતિનું અવિસ્મરણીય વર્ણન કરતા લોક કલાકાર ભીખુદાન ગઢવીએ નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે જામવાળા પીઠડધામ ખાતે છેલ્લા ડાયરામાં જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભીખુદાનની લોકકલાના મોટા ફેન છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ઉંમરના કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ છેલ્લા ડાયરામાં કહ્યું કે, ‘હવે ક્યાંય પણ ડાયરો નહીં કરું"

Advertisement

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×