Palanpur : પાલનપુરમાં મેઘરાજાની ધબધબાટી! માત્ર 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
- બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુરમાં મેઘરાજાની ધબધબાટી (Palanpur)
- માત્ર ત્રણ કલાકમાં જ ધોધમાર વરસાદ થતા 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
- ઠેર ઠેર પાણી જ પાણી, ટ્રાફિક જામ, જનજીવન પ્રભાવિત થયું
- પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તમામ સ્કૂલોમાં રજા અપાઈ
Palanpur : બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) પાલનપુરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. પાલનપુરમાં માત્ર ત્રણ કલાકમાં જ ધોધમાર વરસાદ થતા 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે (Ambaji Highway),ગઠામણ પાટિયા, પાલનપુર-અમદાવાદ હાઈવે સહિત અનેક વિસ્તારઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તમામ સ્કૂલોમાં રજા અપાઈ છે.
આ પણ વાંચો - Gujarat Rain: વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
પાલનપુરમાં છેલ્લા 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
પાલનપુરમાં (Palanpur) છેલ્લા 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અવિરત ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાથી તમામ શાળાઓમાં રજા આપવામાં આવી છે. માહિતી છે કે પાલનપુરની અનેક શાળાઓની આગળ પાણી ભરાઈ જતા રજા આપવાની ફરજ પડી છે. મુશળધાર વરસાદને પગલે પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી અને સામાન પલળી જતા લોકોને પારાવાર નુકસાન થયું છે.
આ પણ વાંચો - Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો કાર્યક્રમ
છેલ્લા બે કલાકથી વાહનચાલકો હાઈવે પર અટવાયા
માહિતી અનુસાર, પાલનપુર બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે,ગઠામણ પાટિયા, પાલનપુર-અમદાવાદ હાઈવે (Palanpur-Ahmedabad Highway) સહિત અનેક વિસ્તારઓમાં મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેનાં કારણે વાહનચાલકો, રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગઠામણ પાટિયા પાસે પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામ થયો છે. છેલ્લા બે કલાકથી વાહનચાલકો હાઈવે પર અટવાયા છે.
આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા છે મેઘ એલર્ટ