Panchmahal : ગોધરાનાં પ્રથમ અજમેરાએ CA પરીક્ષામાં AIR 12 મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યુ
- Panchmahal નાં ગોધરાનાં વૃંદાવનનગરમાં રહેતાં પ્રથમ અજમેરાએ માતા-પિતાનું નામ રોશન કર્યું
- CA પરીક્ષામાં AIR 12 મેળવી મોટી ઉપલબ્ધિ મેળવી
- 5 મહિના મોબાઇલથી દૂર રહ્યો, દિવસમાં 12-12 કલાક અભ્યાસ કર્યો!
Panchmahal : ગોધરાનાં વૃંદાવનનગરમાં રહેતાં પ્રથમ અજમેરાએ ચાર્ટડ એકાઉન્ટટ (CA) પરીક્ષામાં ઓલ ઇન્ડિયા માં 12 ક્રમાંક મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યુ છે. ગોધરા અર્બન બેંકમાં કલેક્શન કર્મચારી તરીકે ફરજ બજાવતાં પિતા અને માતા એ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સંઘર્ષ કરી દીકરાને અભ્યાસ કરાવ્યો હતો, જેના પછી સફળ પરિણામ આવતાં જ પરિવારમાં ખુશી વ્યાપી છે. જો કે, અભ્યાસ કાળનાં સંઘર્ષ અને વાંચન માટે પ્રથમે પણ સતત 5 મહિના સુધી મોબાઈલનો ઉપયોગ ટાળી સતત 12-12 કલાકનું વાંચન કર્યુ હતું, જેના થકી સફળતા મળી છે.
આ પણ વાંચો - Gondal : નકલંક ધામ શ્રદ્ધાથી ઝળહળ્યું, પ્રથમ વખત 11 તુલસી વિવાહનું ભવ્ય આયોજન
ગોધરા શહેરનાં વૃંદાવનનગરમાં રહેતાં જીગ્નેશકુમાર અજમેરા જેઓ ગોધરા ખાતે આવેલી અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં કલેક્શન કર્મચારી તરીકેની સામાન્ય નોકરી કરે છે. તેમની પત્ની અમીબેન ઘરકામ કરી સાથે-સાથે જ બાળકોને ટ્યુશન કરાવી પોતાના દીકરાને સારા અભ્યાસ માટે મદદરૂપ થાય છે. ધોરણ 10 માં સારું પરિણામ આવ્યા બાદ પ્રથમે કોમર્સમાંથી અભ્યાસ બાદ સીએનો અભ્યાસ શરૂ કર્યો હતો. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો - Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ
સમાજની છાત્રાલયમાં રહી, સીટી બસનાં સહારે અપડાઉન કરી અભ્યાસ કર્યો. સીએનાં અભ્યાસ માટે બેન્કમાંથી લોન લઈ તેમ જ અન્ય સગા-સંબંધીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હતી. માતા-પિતાના સંઘર્ષમય જીવનમાંથી છૂટકારાઓ અપાવવા માટે પ્રથમ એ પણ દ્રઢ સંકલ્પ કર્યો હતો અને સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરવા માટે સતત 5 મહિનાથી અથાગ મહેનત શરૂ કરી. તેણે મોબાઇલનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કર્યો અને સીએની પરીક્ષામાં સારા રેન્ક સાથે ઉત્તીર્ણ થવાનાં એકમાત્ર લક્ષ્ય સાથે મહેનત કરી. પ્રથમ દિવસમાં 12-12 કલાક સુધી વાંચન કરતો હતો. જો કે, તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટનાં જાહેર થયેલા પરિણામમાં પ્રથમે ઓલ ઇન્ડિયા રેન્ક ૧૨ ક્રમાંક મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. પ્રથમે જણાવ્યું કે, મારા માતા-પિતાથી જે મોટીવેશન મળ્યું એ જ મારી સફળતા માટે મહત્ત્વનો પાયો છે.
અહેવાલ : નામદેવ પાટિલ, પંચમહાલ
આ પણ વાંચો - Amit Khunt Case : મૃતક યુવક અમિત ખૂંટના ભાઈએ રાજ્યનાં જેલ વડાને કરી રજૂઆત, લગાવ્યા ગંભીર આરોપ


