Panchmahal : શહેરા તાલુકાની ઘટના, અચાનક ઘર થયું ધરાશાયી, 42 વર્ષીય મહિલાનું મોત
- Panchmahal ના શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં મોટી દુર્ઘટના ઘટી
- ગત મોડી રાતે ખાબકેલા ધોધમાર વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું
- મકાનમાં સૂતેલી 42 વર્ષીય મહિલાનું કાટમાળમાં દબાઈ જતાં મોત નીપજ્યું
- ઘટનાની જાણ થતાં સરપંચ, તલાટી, પોલીસ દોડી આવી કાર્યવાહી આદરી
Panchmahal : પંચમહાલમાં ગઈકાલે મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જ્યારે અનરાધાર વરસાદ વરસતા મોડી રાતે ખોજલવાસા ગામમાં (Khojalvasa) મોટી દુર્ઘટના ઘટી હતી. વરસાદમાં કાચું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જતાં 42 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. સરપંચ, તલાટી, પોલીસ સહિતનાઓને ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Jamnagar : ગોકુલનગરમાં ખેલાયો ખૂની ખેલ! 27 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર!
Panchmahal માં ગત મોડી રાતે ધોધમાર વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં મોડી રાત્રે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. દરમિયાન, એક દુઃખદ ઘટના બની હતી. ભારે વરસાદના કારણે ગામનાં બારીયા ફળિયામાં આવેલ એક કાચું મકાન અચાનક ધરાશાયી થયું હતું, જેના કાટમાળ નીચે દબાઈ જવાથી 42 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના રાત્રે ત્યારે બની હતી, જ્યારે મહિલા તેના ઘરમાં એકલી સૂઈ રહી હતી.
Panchmahal હડફ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક
સતત પાણીની આવક નોંધાતા ડેમના 3 દરવાજા ખોલ્યા
ડેમમાં હાલ 16200 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે
હદફ ડેમમાંથી 16028 ક્યૂસેક પાણી હડફ નદીમાં છોડાયું | Gujarat First#Panchmahal #HadafDam #HeavyRain #WaterRelease #DamUpdate #GujaratFirst pic.twitter.com/vjCq6CMi82— Gujarat First (@GujaratFirst) August 31, 2025
આ પણ વાંચો - Amreli : જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જાણો આગાહી!
મકાનમાં સૂઈ રહેલી 42 વર્ષીય મહિલાનું કાટમાળમાં દબાઈ જતાં મોત
મૃતક મહિલાનાં પતિ પગપાળા અંબાજી (Ambaji) દર્શનાર્થે ગયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે, ગત રાતે ઘરમાં મહિલા સિવાય અન્ય કોઈ હાજર નહોતું. ભારે વરસાદ અને મકાનની નાજુક સ્થિતિને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના પ્રાથમિક અહેવાલ છે. મહિલા ઘરમાં એકલી હોવાથી તે કાટમાળ નીચે દબાઈ ગઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું. આ ઘટના અંગે જ્યારે સરપંચ, તલાટી, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે જાણ થઈ તો તમામ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી અને મહિલાનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી


