Panchmahal : છબનપુર પાસે ગોઝારો અકસ્માત, ST બસની અડફેટે આવતા શ્રમિક મહિલાનું મોત
- ગોધરાનાં છબનપુર પાસે ST બસની ટક્કરે મહિલાનું મોત (Panchmahal)
- માર્ગ પર સફાઈ કરી રહેલી મહિલાને ST બસે મારી ટક્કર
- શ્રમિકો ડિવાઈડરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના
- હાઇવે પર સમારકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક ડાયવર્ટ કરાયું છે
Panchmahal : જિલ્લાનાં ગોધરા તાલુકામાં ગોઝારા અકસ્માતની ઘટના બની છે. છબનપુર બાયપાસ પાસે હાઇવે પર રોડની સફાઈ કરી રહેલી મહિલાનું ST બસની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Anand : બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી! બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા!
માર્ગ પર સફાઈ કરી રહેલી મહિલાને ST બસે ટક્કર મારી
માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં (Panchmahal) ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર હાઇવેની સફાઇનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, એક શ્રમિક મહિલા ડિવાઇડરની સફાઈ કરી રહી હતી ત્યારે સંતરામપુર ગોધરા ST બસ ગોધરા તરફ આવી રહી હતી અને તે દરમિયાન સફાઈ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઇજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં (Godhra Civil Hospital) ખસેડાઇ હતી. જો કે, સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - Gujarat: બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મદદ માટે માહિતી પુસ્તિકા લોન્ચ કરવામાં આવી
ગંભીર ઇજાઓનાં કારણે મહિલાનું મોત
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને મહિલાનાં મૃતદેહને PM અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક મહિલા કાલોલનાં (Kalol) બેઢિયા ગામની વતની હતી અને ગુજરાન ચલાવવા માટે રોડની સફાઈ કામ માટે આવી હતી. જણાવી દઈએ કે, હાલ બાયપાસ હાઇવેની એક લેનમાં સમારકામ ચાલી રહ્યું હોવાથી બંને તરફનું ટ્રાફિક એક લેન પર જ ડાયવર્ટ કરાયું છે.
આ પણ વાંચો - Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો


