Panchmahal: મોરવા હડફના ભંડોઇ ગામે 3 યુવકનું વીજ કરંટ લાગતા મોત,પંથકમાં શોકનો માહોલ
- બાઇક પર સવાર 3 યુવકના વીજ કરંટ લાગતા મોત
- મેથાણથી ભંડોઇ જતા માર્ગ પર હાઇ વોલ્ટેજનો વાયર તૂટી પડ્યો
- બે સગા ભાઇ અને ભાણિયાનું ઘટના સ્થળે મોત
Panchmahal: મોરવા હડફના ભંડોઈ ગામે વીજ કરંટ લાગતાં બાઇક સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેથાણથી ભંડોઈ જતાં માર્ગ ઉપર વળાંકમાં ત્રી ફેઈઝ વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો જેના સંપર્કમાં બાઇક આવી જતાં ઘટના બની હોવાની જાણકારી મળી રહીં છે.
આ પણ વાંચો: પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?
બહાર ગામ મજૂરી કામે ગયા હતા પરંતુ પાછા ના આવ્યાં!
નોંધનીય છે કે, બે સગા ભાઈ અને એક ભાણીયાનું અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ ઝવાઈ ગયો છે. બે દિવસ અગાઉ જ યુવકો બહાર ગામ મજૂરી કામે ગયા હતા. ત્યાંથી ઘરે પરત આવી પોતાના સબંધીને ત્યાં ડાંગર લણવાની મદદ કરવા ગયા હતા. તેમને ક્યા ખબર હતીં કે હવે ક્યારેય પાછા ઘરે આવવાનનું નહીં થાય! સંબંધીને ત્યાં મદદ કરવા માટે ગયા અને ત્યાંથી પરત ફરતી વેળાએ આ સમગ્ર ઘટના બની હતી.
આ પણ વાંચો: Surat: દિવાળી પહેલા ઉધના રેલવે સ્ટેશનમાં ઉભરાયું કિડિયારું, પરપ્રાંતિયો વતન જવા માટે આતુર
પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો
મળતી અહેવાલો પ્રમાણે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ઘટના બની હોવા ઉપરાંત જીવંત વીજ પ્રવાહ વાળો વીજ વાયર હોવાથી ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી છે. પરિવાર માટે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક સાથે ત્રણ યુવાનોનું મોત થયું હોવાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: Kheda: લ્યો બોલો! પોલીસ જ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા, DYSP કચેરીમાં જ ASI દારૂ પીને પહોંચ્યા


