Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચમહાલ : ત્રણ રાજ્યમાં ભાજપનો વિજય થતા ગોધરામાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ વિજ્યોત્સવ મનાવ્યો

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલ પરિણામો બાદ 3 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને ગોધરા શહેરના ગાંધીચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી અને...
પંચમહાલ   ત્રણ રાજ્યમાં ભાજપનો વિજય થતા ગોધરામાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ વિજ્યોત્સવ મનાવ્યો
Advertisement

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલ પરિણામો બાદ 3 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને ગોધરા શહેરના ગાંધીચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય દ્વારા કાર્યકરોને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

ગત નવેમ્બર માસમાં દેશના વિવિધ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જે રાજ્યો પૈકી 4 રાજ્યના ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. જે પરિણામોમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જ્વલંત વિજય મેળવ્યો છે, જેની અસર ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી હતી. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરના ગાંધીચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોને ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી મનાવવામાં આવી હતી. આ પ્રંસગે ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોદી ગેરંટી આપવામાં આવી હતી, જે મોદી ગેરંટીને કારણે જ ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે.

મોદી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રના પરિણામે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ભાજપે વિજય મેળવ્યો છે. ગોધરા ખાતે યોજાયેલા વિજયોત્સવમાં મોટી સંખ્યામાં ભાજપના વિવિધ હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહીને વિજયોત્સવ મનાવ્યો હતો. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે ત્રણ રાજ્યમાં ભાજપ ની જીત ને સેમી ફાઇનલ ગણાવતા આગામી 2024 ની લોકસભાની ચૂંટણીમાં સર્વત્ર ભગવો લહેરાશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે એમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Assembly Election Result : મધ્ય પ્રદેશમાં ભાજપને મળવા જઇ રહી છે બમ્પર જીત, જાણો શું કહે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

આ પણ વાંચો - Assembly Election Result : શું તમે જાણો છો કેવી રીતે થાય છે મતગણતરી ? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×