Panchmahal ના રણજીતનગરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી દોડધામ!
- Panchmahal ના રણજીતનગરમાં ગેસ લીકેજથી દોડધામ
- ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજના અહેવાલ
- ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશ્યનો દ્વારા ગેસ લીકેજ કરાયું બંધ
- ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓને બહાર કઠાયા
- ગેસ લીકેજને લીધે હાલ અંદર પ્રવેશી ન શકાય તેવી સ્થિતિ
- ગુજરાત ફ્લોરો કેમિકલમાં અગાઉ પણ બની ચૂકી છે દુર્ઘટના
- અગાઉ પણ આ જ પ્રકારની દુર્ઘટનામાં ગયા હતા અનેક જીવ
Panchmahal gas leak : પંચમહાલ જિલ્લાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ (GFL) ફેક્ટરીમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટના બાદ તાત્કાલિક રાજગઢ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ફેક્ટરીમાં અગાઉ પણ આવી ગંભીર દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેથી આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
બ્લાસ્ટ અને રાહત-બચાવ કામગીરી
પંચમહાલ જિલ્લા (Panchmahal District) ના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ (GFL) કંપનીમાં આજે બુધવારના રોજ એક ગંભીર દુર્ઘટના બની છે. કંપનીના રિએક્ટરમાં અચાનક વિસ્ફોટ થતા ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને આ ઘટનામાં ઓછામાં ઓછા 10 કામદારો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વિગતો મુજબ, GFL કંપનીમાં એક રિએક્ટરમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે સમગ્ર કંપનીમાં દોડધામ મચી ગઈ. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઘટના બનતા જ કંપનીના આંતરિક સુરક્ષા દળો અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક સક્રિય થઈ ગયા.
સૌથી પહેલા કંપનીના વિવિધ વિભાગોમાં હાજર તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ સાથે જ, તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ફાયર બ્રિગેડની ટીમો અને ટેકનિશિયનો ઘટનાસ્થળે પહોંચ્યા અને ગેસ લીકેજની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવાની કામગીરી હાથ ધરી.
Panchmahal જિલ્લાની દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર
દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, 4 કામદારોને રણજીતનગરની હોસ્પિટલમાં અને 2 કામદારોને હાલોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : નેપાળ અસ્થિરતામાં ફસાયેલા ગુજરાતીઓ માટે CM પટેલનું ટ્વીટ : હેલ્પલાઈન નંબર જાહેર


