VADODARA : પરીક્ષા પે ચર્ચામાં શહેરની એકમાત્ર વિદ્યાર્થીની જોડાશે
VADODARA : આજરોજ યુવા દિવસ (YOUTU DAY) નિમિત્તે દેશના વડાપ્રધાન યુવાનોને સંબોધન કરનાર છે. ત્યાર બાદ તેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધ કરશે. જેમાં ભાગ લેવા માચે વડોદરાની બરોડા પબ્લીક સ્કુલ (BPS SCHOOL, VADODARA) ની એક માત્ર વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કુલ ચાર વિદ્યાર્થીઓ ભાગ લેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. શાળાના ટ્રસ્ટીએ મીડિયાને જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાંં આવી હતી જેમાં શાળામાંથી એક માત્ર વિદ્યાર્થીનીની શહેરમાંથી પસંદગી થવા પામી છે.
રાજ્યભરમાંથી ચાર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે
આજે સ્વામી વિવેદાનંદજીની જન્મ જયંતિ છે. આજના દિવસની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્તે ખાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) યુવાનોને સંબોધન કરનાર છે. ત્યાર બાદ તેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધ કરશે. જેમાં ગણતરીના જ વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે પૈકી એક વડોદરાની બરોડા પબ્લીક સ્કુલની વિદ્યાર્થીની જાંગીર જાનવી છે. વડોદરા સિવાય રાજ્યભરમાંથી ચાર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે.
પ્રશ્નોત્તરી, ગ્રુપ ડિસ્કશન સહિતના કાર્યક્રમોનું આયોજન
વડોદરા, નડિયાદ, અમદાવાદ અને રાજકોટથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાનાર છે. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી, ગ્રુપ ડિસ્કશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડોદરાની વિદ્યાર્થીનીની પસંદગી અંગે શાળાના ટ્રસ્ટીએ મીડિયાને જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી હતી. જેમાં વડોદરામાંથી એકમાત્ર અમારી શાળાની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. જે શહેર માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો -- VADODARA : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં One Nation, One Election છવાયું


