Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્પેનના વડાપ્રધાન Pedro Sanchez ના પત્ની ગરબાના તાલે ઝૂમ્યા, પારુલ યુનિવર્સિટીમાં થયું ભવ્ય સ્વાગત

Vadodara: સ્પેનના વડાપ્રધાનના ધર્મ પત્ની પારુલ યુનિવર્સિટીના મેહમાન બન્યા અને અહીં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
સ્પેનના વડાપ્રધાન pedro sanchez ના પત્ની ગરબાના તાલે ઝૂમ્યા  પારુલ યુનિવર્સિટીમાં થયું ભવ્ય સ્વાગત
Advertisement
  1. સ્પેનના વડાપ્રધાનના ધર્મ પત્ની બન્યા પારુલ યુનિવર્સિટીના મેહમાન
  2. વડાપ્રધાનના પત્નીનું યુનિવર્સિટી ખાતે કરાયું ભવ્ય સ્વાગત
  3. વિદેશી અને ગુજરાતી વિદ્યાર્થીઓએ કર્યું ભવ્ય સ્વાગત

Vadodara: વડોદરા માટે જ નહીં પરંતુ ગુજરાત માટે અત્યારે ઐતિહાસિક દિવસ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ દરમિયાન તેઓનું ઉમેળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનના વડાપ્રધાનના ધર્મ પત્ની પારુલ યુનિવર્સિટીના મેહમાન બન્યા અને અહીં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, વિદેશી અને ગુજરાતી વિદ્યાર્થીઓએ તેમને ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: દિવ્યાંગ દિકરીને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા બે દેશના વડાપ્રધાન

Advertisement

પારુલ યુનિવર્સિટીના વિવિધ વર્ગોની મુલાકાત પણ લીધી

પારુલ યુનિવર્સિટીના મેહમાન બન્યા ત્યારે સ્પેનના વડાપ્રધાનના પત્ની ગુજરાતી વિદ્યાર્થી સાથે ગરબા રમતા પણ જોવા મળ્યાં હતા. નોંધની છે કે, આ દરમિયાન તેમણે પારુલ યુનિવર્સિટીના વિવિધ વર્ગોની મુલાકાત પણ લીધી હતી. અત્યારે આખા વડોદરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંસ્કાર નગરી ગણાતું વડોદરા શહેર અત્યારે સોળેકળાએ ખીલી ઉઠયું છે.

Advertisement

આ પણ વાંચો: "વડોદરા સિવિલ એવિએશનનું મોટુ હબ બનશે, MSME ને વેગ મળશે" - PM મોદી

પીએમ નરેન્દ્ર મોદી સંસ્કાર નગરી વડોદરાની મુલાકાતે

આ દરમિયાન પીએમ મોદીએ રોડ-શો પણ યોજ્યો હતો. રોડ-શો દરમિયાન રૂટ પર વૈશ્વિક નેતાની એક ઝલક પામવા માટે લોકોમાં પડાપડી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે, ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સંસ્કાર નગરી વડોદરા (Vadodara) આવ્યા છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ રોડ શોમાં જોડાયા હતાં. આ રોડ-શોના રૂટમાં અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યાં છે. જેના કારણે વડોદરાવાસીઓની ઉત્સુકતામાં ખુબ વધારે જોવા મળ્યો છે.

આ પણ વાંચો: PM મોદીનો રોડ-શો, વૈશ્વિક નેતાની એક ઝલક પામવા પડાપડી

Tags :
Advertisement

.

×