ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan : સરસ્વતી નદીમાં નહાવા ગયેલી 3 પૈકી 2 કિશોરીનાં મોત, એકની હાલત ગંભીર

સરસ્વતી નદીમાં (Saraswati River) બનેલી દુઃખદ ઘટનામાં ત્રણ કિશોરીઓ ડૂબી ગઈ હતી.
10:53 PM Sep 08, 2025 IST | Vipul Sen
સરસ્વતી નદીમાં (Saraswati River) બનેલી દુઃખદ ઘટનામાં ત્રણ કિશોરીઓ ડૂબી ગઈ હતી.
Patan_Gujarat_first main
  1. Patan સિદ્ધપુરનાં મુડાણા ગામે બની ગોઝારી ઘટના
  2. મુડાણાની સરસ્વતી નદીમાં નહાવા પડેલી 3 કિશોરી ડૂબી હતી
  3. ડૂબી જવાથી બે કિશોરીનાં મોત, એકની હાલત હજું પણ ગંભીર
  4. પરિવારમાં શોક, પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી

Patan : પાટણ જિલ્લાના સિદ્ધપુરનાં (Siddhpur) મુડાણા ગામે આજે ગોઝારી ઘટના બની છે. મુડાણાની સરસ્વતી નદીમાં નહાવા પડેલી 3 કિશોરી ડૂબી હતી. આ ઘટનામાં બે કિશોરીનાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને કિશોરીઓને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ જવાઈ હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : રાજકારણ ગરમાયું! AAP નો વિરોધ, BJP નેતાઓ હેલ્મેટ વિના પણ બિન્દાસ્ત!

Patan નાં મુડાણા ગામે બની ગોઝારી ઘટના, 2 કિશોરીનાં મોત

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં મુડાણા ગામે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સરસ્વતી નદીમાં (Saraswati River) બનેલી દુઃખદ ઘટનામાં ત્રણ કિશોરીઓ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં બે કિશોરીનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક સગીરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ત્રણેય કિશોરી નદી કિનારે નહાવા માટે ગઈ હતી, જ્યાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે નદીનો પ્રવાહ તેજ હતો.

આ પણ વાંચો - Banaskantha : બનાસકાંઠામાં જળબંબાકાર! વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્થિતિનો તાગ મેળવ્યો

નદીમાં નહાવા પડેલી 3 પૈકી એકની હાલત હજું પણ ગંભીર

માહિતી અનુસાર, તંત્ર દ્વારા નદી કિનારે ન જવાની ચેતવણી હોવા છતાં આ દુર્ઘટના બની, જેને કારણે ગામમાં શોકનો માહોલ છવાયો છે અને મૃતક કિશોરીઓનો પરિવારજનો શોકમગ્ન થયા છે. સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં (Siddhpur Civil Hospital) બે કિશોરીઓને મૃત જાહેર કર્યા બાદ પોલીસ દ્વારા પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh : હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે આહીર સમાજ મેદાને! રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Tags :
GUJARAT FIRST NEWSMudana VillagePatanSaraswati riverSiddhpurSiddhpur Civil HospitalSiddhpur PoliceTop Gujarati News
Next Article