ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan : સાંતલપુર તાલુકામાં ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા : 1નું મોત, 4 લાપતા

Patan : નળિયામાં ખારી નદીમાં 9 યુવાનો ડૂબ્યા: 1નું મોત, 4 લાપતા, SDRF ટીમ શોધમાં
07:22 PM Sep 09, 2025 IST | Mujahid Tunvar
Patan : નળિયામાં ખારી નદીમાં 9 યુવાનો ડૂબ્યા: 1નું મોત, 4 લાપતા, SDRF ટીમ શોધમાં

Patan : ગુજરાતમાં વરસાદી મોસમે વધુ એક દુ:ખદ ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આમાંથી 4 યુવાનોને સ્થાનિકોની મદદથી બચાવી લેવામાં આવ્યા, પરંતુ તેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે. પરંતુ હજું પણ 4 યુવાનો હજુ લાપતા છે. ગુમ યુવકોને SDRFની 26 સભ્યોની ટીમ શોધખોળ કરી રહી છે. આ ઘટના સાંતલપુર અને નળિયા ગામની આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે.

Patan નદીમાં ન્હાવા ગયેલા યુવકો તણાયા

આજે બપોરે નળિયા ગામના યુવાનો ખારી નદીમાં નાહવા માટે ગયા હતા. વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં 9 યુવાનો તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તુરંત કાર્યવાહી કરીને 5 યુવાનોને બહાર કાઢ્યા જેમાંથી એકને વધુ પાણી પીઈ જવાને કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા વારાહી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું હતું. મૃતકનો દેહ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બાકીના 4 યુવાનો હજુ લાપતા છે, અને તેમની શોધખોળ માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો- Patan : સાંતલપુર તાલુકાના વોંવા ગામમાં વરસાદે વેર્યો વિનાશ, સામે આવ્યા તારાજીના દ્રશ્યો : 10 ફૂટ પાણી, ઘરો ધરાશાયી, ખેડૂતોનું જીરું પાક બગડ્યું

સ્થાનિકોએ ચાર યુવકોના બચાવ્યા જીવ

વારાહીના મામલતદાર દિનેશ પંડ્યાએ જણાવ્યું કે, બે વિવિધ ઘટનાઓમાં 9 યુવાનો પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિકોએ 5ને બહાર કાઢ્યા છે, અને 4 લાપતા છે. SDRFની 26 લોકોની ટીમ શોધખોળ કરી રહી છે. એક યુવાન વધુ પાણી પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. અમે સ્થિતિ પર નજર રાખીએ છીએ અને અપડેટ કરીશું." TDO, વારાહી પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે હાજર છે.

સાંતલપુરમાં પણ બે અલગ-અલગ ઘટના?

સાંતલપુર તાલુકામાં સાંતલપુર નદીના પ્રવાહમાં 3 યુવાનો ડૂબ્યા હોવાની જાણકારી છે, જેમાંથી 2ને મળી આવ્યા છે અને એકની શોધખોળ ચાલુ છે. આ બંને ઘટનાઓ વરસાદી પાણીના વધતા પ્રવાહને કારણે બની છે. તળાવ કે નદીમાં નાહવા જતા યુવાનોને ચેતવણી આપવામાં આવી છે.

તંત્રની કાર્યવાહી અને અપીલ

ઘટના સ્થળે TDO, વારાહી પોલીસ અને સ્થાનિક તંત્ર પહોંચી ગયા છે. SDRFની ટીમે શોધખોળ શરૂ કરી દીધી છે, અને પોલીસે વિસ્તારમાં ચેતવણી જારી કરી છે કે નદી કે તળાવમાં નાહવાથી બચો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છે, અને પરિવારોને સાંત્વના આપવામાં આવી રહી છે. ગુજરાતમાં વરસાદી મોસમમાં આવી ઘટનાઓ વારંવાર બને છે, તેથી તંત્રે યુવાનોને સાવચેતીની અપીલ કરી છે.

આ પણ વાંચો- ગુજરાત હાઇકોર્ટે વ્યક્ત કરી 10,000 વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા ; સેવન્થ ડે શાળાની સુનાવણીમાં મહત્વપૂર્ણ આદેશ

Tags :
#Kharindive#Naliyagam#PatanTragedy#RiverFlooding#SDRFSearch#VarahiPoliceSantalpur
Next Article