ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan : વધુ એક બોગસ તબીબ ઝડપાયો, દવાઓ, ઈન્જેકશન સહિતનાં મેડિકલ સાધનો કબ્જે

અગાઉ અમદાવાદ, રાજકોટ, સુરત, બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ડિગ્રી વગરનાં અને બોગસ ડિગ્રી સાથેનાં નકલી તબીબો ઝડપાયા છે.
07:12 PM Jan 19, 2025 IST | Vipul Sen
અગાઉ અમદાવાદ, રાજકોટ, સુરત, બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ડિગ્રી વગરનાં અને બોગસ ડિગ્રી સાથેનાં નકલી તબીબો ઝડપાયા છે.
Patan_Gujarat_first
  1. Patan SOG પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપ્યો
  2. સમીનાં વેડ ગામેથી બોગસ તબીબ ઝડપાયો
  3. ડિગ્રી વિના લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો હતો

રાજ્યમાં ઝોલાછાપ તબીબોનો (Bogus Doctor) જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે એક બાદ એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી રહી છે. અગાઉ અમદાવાદ, રાજકોટ, સુરત, બનાસકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ડિગ્રી વગરનાં અને બોગસ ડિગ્રી સાથેનાં નકલી તબીબો ઝડપાયા છે. ત્યારે હવે ફરી એકવાર પાટણમાંથી (Patan) ઝોલાછાપ તબીબની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ CR પાટીલનું મોટું નિવેદન!

સમીના વેડ ગામેથી બોગસ તબીબ ઝડપાયો

માહિતી અનુસાર, પાટણ SOG પોલીસે (Patan SOG Police) સમીના વેડ ગામેથી એક બોગસ તબીબની ધરપકડ કરી છે. તપાસ અનુસાર, સિંપાઈ શોએબ અખ્તર મેડિકલ ડિગ્રી વિના જ ક્લિનિક ચલાવતો હતો અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. આ મામલે જાણ થતાં પાટણ SOG પોલીસે શોએબનાં ક્લિનિક પર દરોડો પાડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં શોએબ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવાનું માલૂમ પડ્યું હતું.

આ પણ વાંચો - Valsad : ઘર આંગણે રમતી હતી 3 વર્ષની માસૂમ, શ્વાને આવી અચાનક કર્યું એવું કે..!

દવાઓ, ઈન્જેકશન, મેડિકલ સાધનો મળી કુલ 6136 નો મુદ્દામાલ કબ્જે

પાટણ SOG પોલીસે શોએબનાં મેડિકલ ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો, ઈન્જેકશન, મેડિકલ સાધનો મળી કુલ 6136 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બોગસ તબીબ બની લોકોનાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકનારા શોએબની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ પાટણ જિલ્લાનાં જાખેલ ગામમાંથી નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. SOG ની ટીમે બાતમીનાં આધારે દરોડો પાડી જાખેલ ગામમાં મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક શખ્સની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad : બાપુનગરમાં સભા બાદ શહેરનાં જાણીતા ડોક્ટર્સ સાથે કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાની મુલાકાત

Tags :
AhmedabadBanaskanthaBogus doctorBreaking News In GujaratiCrime NewsFake DoctorsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPatanPatan SOG PoliceRAJKOTSurat
Next Article