Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ

પાટણ જિલ્લાના હારીજ ખાતે કોંગ્રેસ નેતા ચંદુજી ઠાકોર ( Chanduji Thakor) ના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
patan   કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા ઝડપાતા ચકચાર મચી ગઈ
Advertisement
  • કોંગ્રેસ નેતાના ઘરમાં જુગાર રમતા ભાજપ નેતા ઝડપાયો
  • પાટણના હારીજમાં જુગારધામ પર LCB એ પાડ્યા દરોડા
  • કોંગ્રેસ કોર્પોરેટર Chanduji Thakor ના મકાનમાં સમગ્ર ખેલ રચાયો હતો

Patan : હારીજમાં ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠ સામે આવી છે. કોંગ્રેસ નેતા ચંદુજી ઠાકોર ( Chanduji Thakor) ના ઘરમાં ભાજપના એક નેતા જૂગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. LCB એ દરોડા પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાથી પાટણ પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ

ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં કટ્ટર હરીફ ગણાતા 2 મુખ્ય રાજકીય પક્ષો ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ની સાંઠગાંઠનો કિસ્સો પાટણ પંથકમાં બન્યો છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કોંગ્રેસ કોર્પોરેટર ચંદુજી ઠાકોર ના ઘરમાં સમગ્ર ખેલ ખેલાયો છે. કોંગ્રેસ નેતાનું ઘર અને તેમાં જૂગાર રમવા બેઠા હતા ભાજપ નેતા. જો કે ખરા સમયે LCB એ દરોડો પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર ચંદુજી ઠાકોરના ઘરમાં ભાજપ કોર્પોરેટરના પતિ જિતેન્દ્ર ભીલ (Jitendra Bhil) જૂગાર રમતી વખતે ઝડપાઈ ગયા છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad: આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજા જેલમુક્ત થશે, જાણો સમગ્ર મામલો

Advertisement

84 હજારનો મુદ્દામાલ જપ્ત

પાટણના હારીજ ખાતે 2 મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી જતા ચકચાર મચી ગઈ છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર ચંદુજી ઠાકોરના ઘરમાં ભાજપ કોર્પોરેટરના પતિ જિતેન્દ્ર ભીલ જૂગાર રમતા ઝડપાયા છે. આ સમગ્ર ઘટનામાં LCB એ દરોડો પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જૂગારની મહેફીલ બરાબર જામી હતી ત્યારે જ અચાનક LCB એ ત્રાટકીને બધો ખેલ બગાડી નાંખ્યો. LCB એ ઘટના સ્થળેથી મોબાઈલ, રોકડ સહિત 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

Tags :
Advertisement

.

×