Patan : કોંગ્રેસનાં નેતા ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા! BJP નાં મુસ્લિમ ઉમેદવારોને ગણાવ્યાં ધર્મવિરોધી!
- કોંગ્રેસનાં નેતા ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન (Patan)
- રાધનપુરનાં વોર્ડ નંબર 5 માં પ્રચાર દરમિયાન નેતા ભૂલ્યા ભાન!
- BJP નાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવી દીધા
- ઝમીર મરી ગયું હોય તે જ BJP માંથી ફોર્મ ભરે : ગ્યાસુદ્દીન શેખ
- ઝમીર વેચાઈ ગયું હોય તે BJP માંથી ફોર્મ ભરે : ગ્યાસુદ્દીન શેખ
Patan : કોંગ્રેસનાં જાણીતા નેતા ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Shaikh) વિવાદમાં સપડાયા છે. રાધનપુરનાં વોર્ડ નંબર 5 માં પ્રચાર દરમિયાન ગ્યાસુદ્દીન શેખ ભાન ભૂલ્યા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. BJP પર પ્રહાર કરવામાં તેમણે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવી દીધા. તેમણે કહ્યું કે, 'જેમનું ઝમીર મરી ગયું હોય તે જ BJP માંથી ફોર્મ ભરે. જેનું ઝમીર વેચાઈ ગયું હોય તે જ BJP માંથી ફોર્મ ભરે.'
આ પણ વાંચો - Vadodara : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાનો બફાટ, દગો કરશો તો તમારા મકાન તૂટી જશે!
ઝમીર મરી ગયું હોય તે જ BJP માંથી ફોર્મ ભરે : ગ્યાસુદ્દીન શેખ
રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો (Sthanik Swaraj Election) જંગ જામ્યો છે. દરમિયાન, પાટણ જિલ્લાનાં (Patan) રાધનપુરમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો વાઇરલ થતાં વિવાદ વકર્યો છે. વાઇરલ વીડિયોમાં કોંગ્રેસનાં (Congress) નેતા ગ્યાસુદ્દીન શેખે ભાજપનાં મુસ્લિમ ઉમેદવારોને ધર્મવિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ઝમીર મરી ગયું હોય તે જ BJP માંથી ફોર્મ ભરે. ઝમીર વેચાઈ ગયું હોય તે BJP માંથી ફોર્મ ભરે. જો ઈમાન જેવું હોય તો ભાજપમાં ઉમેદવારી કરે જ નહીં. કોમી એકતામાં માનતું હોય તે BJP માં ઉમેદવારી કરે નહીં.'
આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ડખો! પક્ષવિરોધી પ્રવૃત્તિઓ વધતા શરૂ કરી કડક કાર્યવાહી
"કોમી એકતામાં માનતું હોય તે BJP માંથી ઉમેદવારી કરે જ નહીં"
આ સાથે કોંગ્રેસનાં નેતા ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Shaikh) ભારતીય જનતા પાર્ટી પર હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો કરાવવાનો અને નફરત ફેલાવવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'આપણને ખબર છે કે, રોજ મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સામે સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા કરાવવાનાં પ્રયાસ પણ કરતી હોય છે.' જણાવી દઈએ કે, થોડા જ દિવસ પહેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પણ રાધનપુરવાળી શબ્દનો ઉપયોગ કરી રાધનપુરમાં (Radhanpur) વાણી વિલાસ કર્યો હતો. ત્યારે ફરી આજે કોંગ્રેસનાં નેતાએ વિવાદાસ્પદ નિવદેન આપતા વિવાદ વકર્યો છે.
આ પણ વાંચો - Jamnagar : ન.પા.ની ચૂંટણી પૂર્વે 2 હોમગાર્ડ સસ્પેન્ડ, 7 સભ્ય-કાર્યકરો સામે BJP ની કડક કાર્યવાહી