Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pavagadh Ropeway : ગુડ્ઝ રોપવે તૂટ્યો, 6 લોકોએ જિંદગી ગુમાવી, જવાબદાર કોણ?

બાંધકામ માટેનો માલ-સામાન ગુડ્ઝ રોપવે થકી ઉપર લઈ જવાતો હતો ત્યારે રોપવેનો એક તાર અચાનક તૂટી ગયો હતો.
pavagadh ropeway   ગુડ્ઝ રોપવે તૂટ્યો  6 લોકોએ જિંદગી ગુમાવી  જવાબદાર કોણ
Advertisement
  1. પાવાગઢ ખાતે ગુડ્ઝ રોપ તૂટી પડવાનો મામલો (Pavagadh Ropeway)
  2. ખરાબ હવામાનને લઈને દુર્ઘટના બની હોવાની આશંકા
  3. ખરાબ હવામાનનાં લીધે ગુડ્ઝ રોપ વેની ટ્રોલી પિલર સાથે અથડાઈ હોવાની આશંકા
  4. ઘટનામાં 6 લોકોના થયા છે જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા
  5. દુર્ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલ, લોકોનાં મૃત્યું માટે જવાબદાર કોણ ?

Pavagadh Ropeway : પંચમહાલ જિલ્લામાં (Panchmahal) આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે, જેને પાવાગઢમાં ચાલી રહેલા વિકાસકાર્ય અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. બાંધકામ માટેનો માલ-સામાન ગુડ્ઝ રોપવે થકી ઉપર લઈ જવાતો હતો ત્યારે રોપવેનો એક તાર અચાનક તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોનાં મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલમાં (Halol Referral Hospital) ખસેડવામાં આવ્યા છે. ત્યારે, આ દુર્ઘટનાને લઈ હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો - Pavagadh : માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપ વેનો તાર તૂટ્યો, 6 નાં મોત

Advertisement

Advertisement

Pavagadh Ropeway તૂટી પડવાની દુર્ઘટના અંગે અનેક સવાલ

પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ ખાતે ગુડ્ઝ રોપવે (Pavagadh Ropeway) તૂટી પડવા મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખરાબ હવામાનનાં કારણે દુર્ઘટના બની હશે. ખરાબ હવામાનનાં લીધે ગુડ્ઝ રોપવેની ટ્રોલી પિલર સાથે અથડાતા દુર્ઘટના બની હોવાની આશંકા છે. જો કે, દુર્ઘટના પાછળનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી આ અંગે તપાસ ચાલુ છે. પરંતુ, આ દુર્ઘટનાએ તંત્રની કાર્યવાહી સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે કે મેઈન્ટેનન્સનાં અભાવના કારણે દુર્ઘટના બની ? ખરાબ હવામાનને (Bad Weather) લઈને દુર્ઘટના બની ? કે પછી રોપ વેની ટ્રોલી પિલર સાથે અથડાતા દુર્ઘટના બની ? આ અંગેની ચોક્કસ માહિતી સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા પછી જાણી શકાશે.

આ પણ વાંચો - Surat : હજીરા દરિયામાં 17 ફૂટ વિશાળ શ્રીજી પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન

રોપ-વેની ઘટનામાં 6 લોકોનાં મોત સામે જવાબદાર કોણ?

પ્રાથમિક માહિતી અનુસાર, પાવાગઢ ખાતે બાંધકામની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બાંધકામનાં માલસામાનને લાવવા-લઈ જવા માટે ગુડ્સ રોપવેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ વરસાદી માહોલ વચ્ચે ગુડ્સ રોપવે થકી માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે એકાએક ગુડ્સ રોપવેનો તાર તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે હવે લોકો વચ્ચે અનેક સવાલ થઈ રહ્યા છે કે...

- રોપ-વેની ઘટનામાં 6 લોકોનાં મોત સામે જવાબદાર કોણ?
- શું રોપ વેમાં હદથી વધુ માલ-સામાન ભરાતો હતો?
- વાતાવરણને ધ્યાનમાં રાખ્યા વગર કામ થોપી દેવાતું હતું?
- ભારે વરસાદમાં પણ શ્રમિકો સાથે કામ કરાવવામાં આવે છે?
- શું મેઈન્ટેનન્સનાં અભાવે આ દુર્ઘટના સર્જાઈ?
- રોપ-વેમાં માલ સામાનની સાથે અન્ય લોકોને લઈ જવાતા હતા?
- માલવાહક લિફ્ટ હતી તો શ્રમિકોને કેમ મોકલાતા?
- શ્રમિકોનો જીવ આખરે કેમ જોખમમાં મુકાયો?
- શું સામાન્ય શ્રમિકોનાં જીવનની કોઈ કિંમત નથી?

આ પણ વાંચો - સ્વજનો સહિત 12 લોકોની હત્યા કરનારા તાંત્રિકને પકડનારી પોલીસ ટીમને ઈનામ, Home Department એ લાખોના રોકડ પુરસ્કારની આપી મંજૂરી

Tags :
Advertisement

.

×