Rajkotમાં પાયલ હોસ્પિટલ CCTV કાંડનો મામલો, આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ જ ફટકારી
- હાલમાં પણ હોસ્પિટલ ધમધમી રહી છે
- હોસ્પિટલ દ્વારા લગાવાયા હતા બિનકાયદેસર સીસીટીવી
- હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહીના બદલે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો
Rajkot ની પાયલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓા ચેકઅપ દરમિયાન સીસીટીવી ફુટેજની વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા ત્યારે આ ઘટનામાં આરોગ્ય વિભાગે માત્ર નોટિસ પાઠવીને જ સંતોષ માન્યો હતો.
પાયલ હોસ્પિટલમાં બિનકાયદેસર સીસીટીવી
પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડ મામલે ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવી ચુક્યો છે. જેમાં હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી મુકવામાં આવ્યા હતા.જે નિયમ વિરુદ્ધ સીસીટીવી રખાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા માત્ર નોટિસ ફટકારીને જ સંતોષ માની લીધો છે. આટલી મોટી ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત નોટિસ ફટકારીને હોસ્પિટલને ખુલાસો આપવા માટે જણાવવામાં આવ્યું છે. જેના કારણે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાચવજો! રહસ્યમય ફ્લૂથી 3 લાખ કરતા વધારે લોકો હોસ્પિટલમાં દાખલ
પાયલ હોસ્પિટલ વિરુદ્ધ હજી સુધી કોઇ કાર્યવાહી નહી
અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલ હોસ્પિટલ વિરુદ્ધ હજુ સુધી બેદરકાર તંત્ર દ્વારા કોઇ પણ કાર્યવાહી કરાઇ નથી. જો કે હાલ પણ પાયલ હોસ્પિટલ યથાવત્ત છે. વાયરલ થયેલા સીસીટીવી પાય હોસ્પિટલના જ હતા તેમ છતા પણ કોઇ કાર્યવાહી નહીં થતા તંત્રની મંશા પર જ સવાલો ઉઠી રહ્યા છે. પાયલ હોસ્પિટલના સંચાલકો દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું કે, કોઇ દ્વારા પાસવર્ડ સાથે છેડછાડ કરાઇ હતી. જ્યારે પાયલ હોસ્પિટલ તંત્રએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
મહિલાઓની સારવારનાનગ્ન વીડિયો વાયરલ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્પિટલમાં મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓએ ફુટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ દ્વારા મોકલાયા હતા. આરોપીઓ છેલ્લા લાંબા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. પહેલા નાના વીડિયો દેખાડીને ગ્રાહકોને ફુલ વીડિયો જોવા માટે સબ્સ્ક્રિપ્શન લેવા માટે પૈસાની માંગ કરતા હતા. ફુલ વીડિયો મોકલી આપતા હતા.
આ પણ વાંચો : Business News : 11 મહિનામાં 10 ગણું વળતર...4 વર્ષમાં 54 ગણું વળતર, હવે કંપની માટે મર્જરનો પ્રસ્તાવ આવ્યો


