સાબરકાંઠાના ઈલોલ ગામના લોકોને શૌચાલય માટે કરવા પડી રહ્યાં છે ઉપવાસ અને ધરણા, જાણો કેમ?
- સાબરકાંઠાના ઈલોલ ગામના લોકોને શૌચાલય માટે કરવા પડી રહ્યાં છે ઉપવાસ અને ધરણા, જાણો કેમ?
- ઈલોલમાં શૌચાલયની માંગ પૂર્ણ ન થતાં ગ્રામજનોને બેસવું પડ્યું ઉપવાસ પર
- સ્થાનિક પંચાયત દ્વારા શૌચાલયની સગવડ ઉપલબ્ધ ન કરાવાતી હોવાનો આક્ષેપ
ગુજરાતના વિકાસ મોડલની દેશભરમાં વાતો કરવામાં આવે છે. પરંતુ સ્થિતિ એવી છે કે, ગામડાના લોકોને શૌચાલય માટે પણ ઉપવાસ પર બેસવું પડી રહ્યું છે. રાજા રામ અને પ્રજા સુખી જેવી સ્થિતિનું ઉદ્દભવ થઈ ચૂક્યું છે. આ સ્થિતિ પાછળ સરકારી કર્મચારીઓની સૌથી મોટી ભૂમિકા છે. પોતાની જવાબદારી ઉપાડવા તૈયાર નહોય તેવા નઠોર તંત્રના કારણે જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આવો જ એક વિચિત્ર કિસ્સો સાંબરકાંઠામાંથી સામે આવી રહ્યો છે.
સાંબરકાંઠાના ઈલોલ ગામમાં લોકોને શૌચાલય માટે ધરણા કરવા પડી રહ્યાં છે. સાથે-સાથે ઉપવાસ પણ કરવાનો વારો આવ્યો છે. શૌચાલયની માંગણી કરીને ગામડાના લોકો ઉપવાસ પર બેસ્યા છે. વિશ્વગુરૂની વાતો વચ્ચે ગામડાના લોકોને શૌચ માટે ઉપવાસ કરવા પડી રહ્યાં છે, વિચાર કરો આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ. ગુજરાત સરકાર પૈસા આપે છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અને સમયસર થતો નહોવાની સમસ્યા પાછલા ઘણા સમયથી સામે આવી રહી છે.
સમગ્ર દેશમાં મારૂ ગામ સ્વચ્છ ગામ અંતર્ગત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરકાંઠા સહિત સમગ્ર જિલ્લામાં આદર્શ ગામની ઓળખ અપાઈ રહી છે પરંતુ હિંમતનગર તાલુકાના ઇલોલમાં ગ્રામજનો માટે ગ્રામ પંચાયતએ શૌચાલય બનાવવા માટે ઠરાવ કર્યો હોવા છતાં હજુ સુધી ગમે તે કારણસર ગામમાં લોકોની માંગણી મુજબના સ્થળે શૌચાલય ન બનાવાતું હોવાથી ગામની મહિલાઓ તથા યુવાનોએ શુક્રવારે સ્થાનિક પંચાયત આગળ અનશન શરૂ કર્યા છે. છતાં પંચાયતના સત્તાવાળાઓ મૌન સેવી રહયા છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈલોલ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને શૌચાલય વિહોણા કુંટુંબો અને સામાન્ય લોકોને જાહેરમાં શૌચક્રીયા ન કરે તે માટે શૌચાલય બનાવવાનું નક્કી કરાયું હતું પરંતુ ગમે તે કારણસર છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં શૌચાલય બનાવવાનો પંચાયતએ ઠરાવ કર્યો હોવા છતાં બનાવાયું નથી. તેવા આક્ષેપ સાથે ગામના યુવાનો તથા મહિલાઓએ શુક્રવારે પંચાયત આગળ પ્લે કાર્ડના માધ્યમથી વિરોધ દર્શાવી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે અંદરોઅંદરના વેરઝેર તથા વિખવાદને કોરણે મુકી શૌચાલય બનાવવું જોઈએ.
અહેવાલ: યશ ઉપાધ્યાય, સાંબરકાંઠા
આ પણ વાંચો-અમદાવાદમાં એમડી ડ્રગ્સનું વેચાણ: ફિલ્મી સ્ટાઇલમાં SOGએ MD ડ્રગ્સ સાથે આરોપીને દબોચ્યો


