Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi @75 : "-“નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ

ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 378 જગ્યાએ એકદિવસીય મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન
pm modi  75     “નમો કે નામ રક્તદાન”  મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ
Advertisement
  • PM Modi @75 : વડાપ્રધાન ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ગુજરાતના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 378 જગ્યાએ એકદિવસીય મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરાયું
    ………………….
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર જુના સચિવાલયથી “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
    ………………..
  • ૧.૨૭ લાખ થી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું
    ....................

PM Modi @75 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી(PM Narendra Modi)ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે  (Rushikesh Patel)શુભારંભ કરાવ્યો હતો.
આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપ નું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.

Advertisement

PM Modi @75 : 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન

રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.
રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનશ્રીના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશય થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.

Advertisement

આ પણ વાંચો : Navaratri: અમદાવાદમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ, ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×