ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Mudra Yojana :છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી

યોજના અન્વયે દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
04:35 PM Apr 08, 2025 IST | Kanu Jani
યોજના અન્વયે દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન

PM Mudra Yojana: દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી.

આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે.

સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે.

2024 સુધીમાં ખાતાની સંખ્યા 1.95 કરોડ થઇ

PM Mudra Yojana ની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે.

ચાર વર્ષમાં લોન આપવામાં 74 ટકાનો વધારો
પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ 2023-24માં વધીને ₹19,607 કરોડ થઇ ગઇ છે. આ રીતે ચાર વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં ₹9,708 કરોડની લોન આપવામાં આવી છે.

દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન

પીએમ મુદ્રા યોજના-PM Mudra Yojanaની દેશમા થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પીએમ મુદ્રા યોજના શરૂ થયા બાદ દસ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓમાંથી 47 ટકા નોકરીઓનો ફાયદો એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજના નાગરિકોને થયો છે. મોટાભાગની નોકરીઓનું સર્જન ઉત્પાદન, ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્રમાં થયું છે.

શું છે પીએમ મુદ્રા યોજના?

દેશના નાગરિકોને પોતાના વ્યવસાય માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વિના સરળતાથી લોન મળી શકે તે હેતુથી એપ્રિલ 2015માં પીએમ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ શ્રેણીમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી લોન આપવામાં આવે છે. જેમાં શિશુ શ્રેણીમાં ₹ 50 હજાર, કિશોર શ્રેણીમાં ₹ 50 હજારથી 5 લાખ, તરુણ શ્રેણીમાં ₹ 5 લાખથી 10 લાખ અને તરુણ પ્લસ શ્રેણીમાં ₹ 10 લાખથી 20 લાખ સુધીની લોન પ્રદાન કરવામાં આવે છે. ગુજરાતમાં બહોળી સંખ્યામાં નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજનાનો લાભ લઇને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: Narmada Parikrama : મુખ્યમંત્રીનું પંચકોશી પરિક્રમા અવસરે નર્મદા મૈયાનું પૂજન અર્ચન

Tags :
PM Mudra Yojanapm narendra modi
Next Article