ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Narendra Modi ભુજથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

26મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભુજ ખાતેથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. વાંચો વિગતવાર.
04:33 PM May 25, 2025 IST | Hardik Prajapati
26મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભુજ ખાતેથી 53,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. વાંચો વિગતવાર.
PM Narendra Modi DahodGujarat First--

PM Narendra Modi : 26 અને 27મી મે એમ બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26મી તારીખે ભુજ ખાતેથી કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Kandla Port infrastructure), સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (Deendayal Port Authority projects)ના અને માર્ગ-મકાન વિભાગના કુલ ₹ 53,414 ખર્ચે તૈયાર થયેલ 33 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે.

લોકાર્પણ થનારા વિકાસકાર્યો

26મી તારીખે PM Narendra Modi ભુજ ખાતેથી જે વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે તેમાં કચ્છ જિલ્લાના મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ (Solar PV Projects), યજા-બાડા-માપર-મોડકુબા-લઠેડી-સાંધાણ-સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ, મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી, જામનગર જિલ્લાના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કંડલા ખાતે ઓઈલ જેટી નં. 8, કંડલામાં કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ, અદિપુરથી કાર્ગો બર્થ 16 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 141 સુધી માટે વધારાની રોડ કનેક્ટિવિટી, કંડલામાં EXIM કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યોના લોકાર્પણને લીધે કચ્છ, જામનગર, મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ ઉપરાંત PM Modi માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારના વિકાસકાર્યો અને વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવાના છે.

આ પણ વાંચોઃ  PM Narendra Modi દાહોદથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

ખાતમૂહુર્ત થનારા વિકાસકાર્યો

PM Narendra Modi 26મી મેના રોજ ભુજ ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ ઉપરાંત કેટલાક વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત પણ કરવાના છે. ખાતમૂહુર્ત થનારા વિકાસકાર્યોમાં ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, કચ્છના 400/220 કે.વી. મેવાસા સબસ્ટેશન, અમદાવાદના 400/220 કે.વી. ધોલેરા-2 સબસ્ટેશન, તાપીના 800 મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ, ઉકાઈ ખાતે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ માટે નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગ, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, કચ્છમાં પાલાસવા-ભીમસર-હમીરપુર-ફતેગઢ સીસી રોડ નિર્માણ, કચ્છમાં કોટડા-બિટ્ટા રોડનું મજબૂતીકરણ, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઈ સ્પીડ કોરિડોર, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને 6 લેન માર્ગોમાં સુધારો, ધોળાવીરા ખાતે પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  PM Modi 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે, જાણો વિગતવાર કાર્યક્રમ

Tags :
000 croreBhuj visitDeendayal Port Authority projectsdevelopment projectsDholavira tourism infrastructureGujarat FirstGUJARAT FIRST NEWSGujarat power transmission projectsGujarat visit 2025Kandla Port infrastructureKutch developmentpm modiRenewable energy projects GujaratRoad and Housing Department projectsRs 53Solar PV Projects in GujaratUltra Super Critical Thermal Power Plant TapiUnderground power distribution Gandhidham
Next Article