ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahemdabad માં મહિલાના આત્મવિલોપન મુદ્દે રાજકારણ ગરમાયું,કોંગ્રેસે AMC કચેરીમાં કર્યો હલ્લાબોલ

Ahemdabad હાથીજણ વોર્ડમાં આત્મવિલોપન મામલે કોંગ્રેસે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી, વળતરની પણ માંગ કરાઇ
08:48 PM Aug 18, 2025 IST | Mustak Malek
Ahemdabad હાથીજણ વોર્ડમાં આત્મવિલોપન મામલે કોંગ્રેસે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી, વળતરની પણ માંગ કરાઇ
Ahemdabad...

અમદાવાદના હાથીજણમાં મહિલા આત્મવિલોપન મામલે રાજકારણ ગરમાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષે આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. હાથીજણમાં મહિલાઆત્મવિલોપ કરતા મહિલાનું મોત નિપજયું હતું. આ મામલે વિરોધ પક્ષે કડક વિરોધ સાથે AMCમાં હલ્લાબોલ કર્યો હતો.

Ahemdabad માં મહિલા આત્મવિલોપન મામલે રાજકારણ ગરમાયું

નોંધનીય છે કે હાથીજણ વોર્ડમાં આત્મવિલોપનમાં મહિલાનું મોત નિપજતા આ મામલે વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ કરીને હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ AMC કચેરીમાં વિરોધ નોંધાવીને અમદાવાદના મેયર પ્રતિભા જૈનને આવેદન પત્ર આપ્યું હતું.

Ahemdabad  amcના વિરોધક્ષના નેતા શહેઝાદ ખાને વળતરની કરી રજૂઆત

ઉલ્લેખનીય છે હાથીજણ વોર્ડમાં આત્મવિલોપન મામલે કોંગ્રેસે એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસે મૃતક મહિલાના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની ધારદાર રજૂઆત કરી હતી. આ મામલે વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાને કહ્યું કે મહિલાએ કરેલ આત્મવિલોપનએ અધિકારીએ કરેલી હત્યા છે. તંત્રએ આ એસ્ટેટ અધિકારી પર સત્વરે યોગ્ય કાર્યવાહીની કરવી જોઇએ, અને મૃતક મહિલાના પરિવારજનોને 10 લાખ રુપિયાનું વળતરન આપવાની માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર મહિલાની જ દુકાન ટાર્ગેટ કરવામાં આવી તે મોટો અન્યાય છે. SG હાઈવે પર R3 ઝોન માં અનેક ગેરકાયદેસર બાંધકામને હિંમત હોય તો તોડી પાડો.

Ahemdabad મેયર પ્રતિભા જૈને કાર્યવાહી કરવાના આપ્યા નિર્દેશ

આ મામલે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈને આ મામલે જણાવ્યું હતું કે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવાઇ છે, આ ઘટનામાં જે લોકો દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે યોગ્ય કાર્યવાહીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ મામલે તેમણે વધુ કહ્યું કે 2024માં આ દુકાનને નોટિસ પાઠવવામાં આવી હતી, ફરી એકવાર સૂચના આપવામાં આવી હતી બાદમાં ડિમોલેશે ટીમ ત્યાં પહોચી હતી, આ મામલે યોગ્ય કાર્યવાહી કરાશે, હાથીજણના કોર્પોરેટર મૌલિક પટેલે 4 લાખ રુપિયા લીધા હોવાના આક્ષેપની પણ તપાસ કરાશે.

આ પણ વાંચો:     Ahmedabad : વિવાદીત હાટકેશ્વર બ્રિજ કેસમાં વળાંક, કંપની કોર્ટ પહોંચી

Tags :
Ahemdabadahemdabad newsGujarat FirstHathijanhathijan woman Committed Self Destruction
Next Article