Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Poonam Madam નો કોંગ્રેસ-RJD પર પ્રહાર : PM મોદીના માતાના અપમાનને ગણાવ્યું શરમજનક

Poonam Madam નો કોંગ્રેસ-RJD પર હુમલો : PM મોદીના માતાની ટિપ્પણીને ગણાવી 'શરમજનક'
poonam madam નો કોંગ્રેસ rjd પર પ્રહાર   pm મોદીના માતાના અપમાનને ગણાવ્યું શરમજનક
Advertisement
  • Poonam Madam નો કોંગ્રેસ-RJD પર હુમલો : PM મોદીના માતાની ટિપ્પણીને ગણાવી 'શરમજનક'
  • જામનગર સાંસદનો આક્રોશ : મોદીના માતાનું અપમાન કોંગ્રેસ-RJDની માનસિકતા દર્શાવે
  • રણુજા મેળામાં પૂનમ માડમનું નિવેદન : માતાના અપમાન સામે જાહેર માફીની માંગ
  • PM મોદીના માતા પર અભદ્ર ટિપ્પણી : પૂનમ માડમે કોંગ્રેસ-RJDને લીધા આડે હાથ
  • મહિલા અપમાન નહીં સહન : પૂનમ માડમે બિહાર યાત્રાની ઘટનાને ગણાવી ગેરવ્યાજબી

જામનગર : જામનગરના સાંસદ પૂનમ માડમે ( Poonam Madam ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિશે બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મંચ પરથી કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની તીવ્ર નિંદા કરી છે. આ ઘટના બિહારના દરભંગામાં યોજાયેલી કોંગ્રેસની 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન બની હતી, જેમાં અજાણ્યા વ્યક્તિઓએ વડાપ્રધાન અને તેમના માતા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

Poonam Madam એ ઘટનાને ગણાવી ખૂબ જ શરમજનક

પૂનમ માડમે આ ઘટનાને "ખૂબ જ શરમજનક" ગણાવી અને કહ્યું કે, "જાહેરસભામાં આવા અપશબ્દોનો ઉપયોગ ગેરવ્યાજબી છે. આ ઘટના કોંગ્રેસ અને RJDની માનસિકતાને દર્શાવે છે, જે માતા-બહેનો અને દીકરીઓ માટે સન્માનનો અભાવ દર્શાવે છે." તેમણે વધુમાં જણાવ્યું કે આવી ટિપ્પણીઓ ન માત્ર વડાપ્રધાનના માતાનું અપમાન છે, પરંતુ તે સમગ્ર દેશની મહિલાઓનું અપમાન છે.

Advertisement

આ પણ વાંચો- Khoraj Pagpala Sangh : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલે માતાજીનાં દર્શન કર્યા

Advertisement

આ ઘટના 28 ઓગસ્ટ, 2025ના રોજ બિહારના દરભંગામાં બની હતી, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને RJD નેતા તેજસ્વી યાદવની હાજરીમાં યોજાયેલી યાત્રા દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ ઘટના દરમિયાન આ નેતાઓ મંચ પર હાજર ન હતા. આ ઘટના બાદ બિહાર પોલીસે મોહમ્મદ રિઝવી નામના એક વ્યક્તિની ધરપકડ કરી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.

કોંગ્રેસ તથા RJDએ જાહેરામાં માંગવી જોઈએ માફી

પૂનમ માડમે આ ઘટનાને ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોનું અપમાન ગણાવ્યું અને કોંગ્રેસ તથા RJD પાસે જાહેર માફીની માંગ કરી. તેમણે ઉમેર્યું કે, "ભારતની ધરતીએ ક્યારેય માતાના અપમાનને સહન નથી કર્યું. આવી માનસિકતા ધરાવનારાઓએ માતૃશક્તિનું સન્માન કરવું જોઈએ." આ ઘટનાએ બિહારની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે, જેમાં ભાજપે આ મુદ્દાને મહિલા સન્માન સાથે જોડીને મોટો રાજકીય મુદ્દો બનાવ્યો છે.

કોંગ્રેસે આ ઘટનાથી પોતાને અલગ કરતાં જણાવ્યું કે, પાર્ટી આવી ભાષાને મંજૂરી આપતી નથી અને તેની નિંદા કરે છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ આ ઘટનાને ભાજપ દ્વારા રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવાતો "ટૂલકિટ" ગણાવ્યો અને દાવો કર્યો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા કે નેતા આવી ભાષાનો ઉપયોગ નહીં કરે. RJD નેતા રોહિણી આચાર્યએ પણ આ ઘટનાને ખોટી ગણાવી પરંતુ ઉમેર્યું કે આવી ભાષા સામેનો નિયમ વડાપ્રધાન માટે જ નહીં, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પણ લાગુ થવો જોઈએ.

જામનગરના રણુજા ખાતે ભાદરવી પૂનમના મેળામાં પૂનમ માડમે આ નિવેદન આપ્યું હતું, જ્યાં તેમના પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ થયો હતો. આ પ્રસંગે તેમણે લોકોના આદર અને સ્નેહનો આભાર માન્યો, પરંતુ આ ઘટનાને લઈને તેમનું નિવેદન રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચો- Ambaji | ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી

Tags :
Advertisement

.

×