ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar: રાણા ખીરસરા ગામે ધારાસભ્ય કાધલ જાડેજા સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવવા પહોંચતા વિવાદ

Porbandar: રાણા ખીરસરા ગામે ધારાસભ્ય કાધલ જાડેજા સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવવા પહોંચતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.
05:14 PM Jan 09, 2025 IST | VIMAL PRAJAPATI
Porbandar: રાણા ખીરસરા ગામે ધારાસભ્ય કાધલ જાડેજા સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવવા પહોંચતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે.
Porbandar
  1. 12 જેટલા ગામોમાં ખેતી લાયક પાણી છોડવા મામલે કેટલાક ખેડૂતોનો વિરોધ
  2. ઘટના સ્થળ પર પીઆઈ અને ડીવાયએસ સહિત પોલીસ કાફલો પહોંચ્યો
  3. વાડોત્રા ગામના ખેડૂતોએ પાણી છોડવાનો કર્યો વિરોધ

Porbandar: રાણા ખીરસરા ગામે ધારાસભ્ય કાધલ જાડેજા સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવવા પહોંચતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય દ્વારા 12 જેટલા ગામોમાં ખેતી લાયક પાણી છોડવા મામલે કેટલાક ખેડૂતોનો વિરોધ હતો. આ સમગ્ર મામલે રાણાવાવ, કુતિયાણા પીઆઈ અને સ્ટાફ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોં.

આ પણ વાંચો: Gujarat: કલાકારોના ઝઘડા બાદ હવે હકાભાની એન્ટ્રી, બંને કલાકારોની ઝાટકણી કાઢી

રાણા ખીરસરા ગામે ડેમમાંથી પાણી છોડવા મુદ્દે વિવાદ વધ્યો

વિગતે વાત કરવામાં આવે તો, રાણા ખીરસરા ગામ આવેલ ડેમમાંથી રવિ પાકનું પાણી છોડવા ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાએ 1.40 લાખ ભરી પાણી છોડવા અરજ કરેલ હતી. 12 જેટલા ગામોને પાણીની જરૂરિયાત હોવાથી ધારાસભ્યએ પોતાના પગારના પૈસા ભરી સ્વખર્ચે પાણી છોડવા કચેરીમાં અરજ કરેલ હોવાનું તેમણે જણાવ્યું છે. નોંધનીય છે કે, 12 ગામના સરપંચે પાણી છોડવા માટે સહમતી આપી છે. 60 એમ.સી.એફ.ટી પાણી છોડવાથી ખેડૂતો સિઝનનો બીજો પાક લઇ શકે છે.

આ પણ વાંચો: Gandhinagar: ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલે માહોલ ગરમાયો

પોલીસ પ્રોટેક્શન સાથે પાણી છોડવા મંજૂરી માંગી

જો કે, વાડોત્રા ગામના ખેડૂતોને પાણી છોડવાનો વિરોધ હોવાથી ડેમની અંદર બેસી વિરોધ શરૂ કર્યો હતો. ઇરીગેશન વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે પાણી છોડવા મંજૂરી માંગી હતી. જેથી ધારાસભ્ય અને મામલતદાર આજે પોલીસ સહિત તમામ લોકો ડેમ પર પહોંચ્યા હતાં. કાયદો વ્યવસ્થા જળવાય રહે અને ખેડૂતોને રવિ પાક સિઝનનું પાણી મળી રહે તેવા સઘળા પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ રાણા ખીરસરાના ડેમમાંથી પ્રથમ વખત પાણી છોડવા માટે ધારાસભ્યએ 1.40 લાખ ભર્યાં હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: Ahemdabad: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકામાં LCBએ ઝડપી પાડ્યો

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
dam waterGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMLA Kandhal JadejaPorbandar ControversyRana Khirsara damRana Khirsara villageTop Gujarati Newswater irrigation
Next Article