Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar Municipal Election Results : Kutiyana માં Kandhal જ કિંગ, જીત બાદ જશ્ન

પોરબંદરમાં બે નગરપાલિકામાં સપાની ભવ્ય જીત રાણાવાવમાં 28માંથી 20 બેઠક પર સપાની જીત રાણાવાવમાં 28માંથી 8 બેઠક પર ભાજપની જીત કુતિયાણમાં 24માંથી 14 સપા, 10 ભાજપને મળી Porbandar: પોરબંદર (Porbandar)જીલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા (SthanikSwarajElectionResult)સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બની...
porbandar municipal election results   kutiyana માં kandhal જ કિંગ  જીત બાદ જશ્ન
Advertisement
  • પોરબંદરમાં બે નગરપાલિકામાં સપાની ભવ્ય જીત
  • રાણાવાવમાં 28માંથી 20 બેઠક પર સપાની જીત
  • રાણાવાવમાં 28માંથી 8 બેઠક પર ભાજપની જીત
  • કુતિયાણમાં 24માંથી 14 સપા, 10 ભાજપને મળી

Porbandar: પોરબંદર (Porbandar)જીલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા (SthanikSwarajElectionResult)સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બની હતી કારણ કે અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી નહીં પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદારા જેવા બે બાહુબલી વચ્ચે સીધી જંગ હતો ચુંટણી પ્રચાર પણ એટલો જ ગરમ રહ્યો હતો અંતે આજે બન્ને નગરપાલિકાના પરિણામ જાહેર થયા તેમાં સમાજવાદી પાર્ટીની સાયકલ પુરજોશ દોડી હતી જયારે કમળ મુરજાયુ હતુ.

સમાજવાદી પાર્ટીને 20 બેઠકો મળી

રાણાવાવ નગરપાલિકાની વાત કરીએ તો અહીં 7 વોર્ડની ચુંટણી યોજાઇ હતી અને પરિણામ જાહેર થયા તેમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠકો મળી હતી જયારે ભાજપ માત્ર 8 બેઠક પર સીમીત રહી ગયુ હતુ રાણાવાવમાં આમતો વર્ષ 2012થી 2022 સુધી કાંધલભાઇ જાડેજાની એનસીપીની હતી પરંતુ હવે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં છે આથી આ વખતે સમાજવાદી પાર્ટી (SamajvadiParty)વિજતા બની છે અહીં પાર્ટી બદલી છે. પરંતુ કાંધલ જાડેજાની ચાહના યથાવત છે .કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય થતા અહીં કાંધલ જાડેજાની (KandhalJadeja )એક રીતે હેટ્રીક જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Sthanik Swaraj Election Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ભાજપનો વિજયોત્સવ!

10 બેઠક પર ભાજપ જીત મળી હતી

2022ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજા સામે ભાજપમાંથી ઢેલીબેન ઓડેદરા ચૂંટણી હતી ઢેલીબેન ઓડેદરા હાર થઈ હતી 2022માં ઢીલીબેન ઓડેદરા કાંધલ જાડેજા સામે વિધાન સભા લડતા હોવાથી કુતિયાણામાં પરિવર્તન માટે કાંધલ જાડેજા મેદાને આવ્યા હતા અને તેમણે પોતાના નાનાભાઇ કાના જાડેજાને મેદાને ઉતાર્યા હતા કુતિયાણમાં વર્ષ 1995થી પ્રમુખ તરીકે ઢેલીબેન ઓડેદરા ચુંટયા આવતા હતા આ વખતે સમાજવાદી પાર્ટી એટલ કે કાંધલ જાડેવાની જીત થઇ છે. કુતિયાણામાં 24 બેઠકમાં 14 બેઠક સમાજવાદી પાર્ટીને ફાળે ગઈ છે 10 બેઠક પર ભાજપ સમટી ગઇ હતી.

આ પણ  વાંચો -Dinu Bogha Solanki ના કલેક્ટર પર પ્રહાર, કહું-આ મોટો ભ્રષ્ટાચારી છે..!

કુતિયાણા ખાતે નિકળેલા વિજય સરઘસ યોજાયું

જોકે ઢેલીબેન અને તેમના વોર્ડમાં પુત્રની જીત થઇ છે પરંતુ તે પોતાનો ગઢ ગુમાવો પડયો હતો કુતિયાણાની પ્રજાએ 30 વર્ષ સાયકલાના માધ્યમથી પરિવર્તન લાવી છે. આજે રાણાવાવ અને કુતિયાણા ખાતે નિકળેલા વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા,હિરલાબા જાડેજા અને કાના જાડેજાની આગેવાનીમાં ભવ્ય વિજય સરઘસ નિકળ્યુ હતુ પુષ્પોની વર્ષા અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી પોરબંદરમાં આવેલા કાંધલ જાડેજાના ઘર નજીક સમર્થકોએ મણીયાર રાસની રમઝટ બોલાવી હતી આ સાથે રાણાવાવમાં ડીજેના તાલે વિજય સરઘસ નીકળ્યો હતો

Tags :
Advertisement

.

×