Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોરબંદર : બોખીરા આવાસમાં રહેતી મહિલાઓએ આક્રોશ સાથે પાણીની ફરિયાદો અંગે પાલીકા કચેરીએ રજૂઆત કરી

પોરબંદર શહેરી વિસ્તારમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી વિવિધ વિસ્તારોમા પાણી સબંધિત ફરિયાદો ઉઠી રહી છે.બોખીરા આવાસમાં રહેતી મહિલાઓએ આક્રોશ સાથે પાલીકા કચેરીએ રજૂઆત કરી હતી પાણી ન મળતા મહિલા વેચાતું પાણી લઈ રહ્યા છે મહિલાઓએ પાલીકા પ્રમુખે પાણીની સમસ્યા હલ કરવા...
પોરબંદર   બોખીરા આવાસમાં રહેતી મહિલાઓએ આક્રોશ સાથે પાણીની ફરિયાદો અંગે પાલીકા કચેરીએ રજૂઆત કરી
Advertisement

પોરબંદર શહેરી વિસ્તારમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી વિવિધ વિસ્તારોમા પાણી સબંધિત ફરિયાદો ઉઠી રહી છે.બોખીરા આવાસમાં રહેતી મહિલાઓએ આક્રોશ સાથે પાલીકા કચેરીએ રજૂઆત કરી હતી પાણી ન મળતા મહિલા વેચાતું પાણી લઈ રહ્યા છે મહિલાઓએ પાલીકા પ્રમુખે પાણીની સમસ્યા હલ કરવા સાથે વધારાની ૫ ટાંકી મૂકવાની ખાતરી આપી હતી.

Advertisement

પોરબંદર છાયા સયુંકત નગરપાલિકા વિસ્તારમાંથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે અનિયમિત અને અપૂરતો પાણીની ફરિયાદો ઉઠી છે. પોરબંદરના બોખીરા આવાસ રહેતી મહિલાઓએ આક્રોશ સાથે પાલીકા ખાતે રજૂઆત કરી હતી. ૧૫ દિવસથી પાણી ન મળતા મહિલાઓ હાલ ૩૦૦ રૂપિયા ખર્ચી વેચાતું પાણી લઈ રહ્યા છે.આમતો આવાસમાં પાણી,સફાઈ સહિતની વિવિધ સમસ્યાઓ છે.હાલ પાણી સમસ્યાને લઈને પાલીકા પ્રમુખને રજૂઆત કરતા પાલીકા પ્રમુખે પાણી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તેમજ વધારાની 5 ટાંકી મૂકવાની ખાતરી આપતાં મહિલાઓ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

પોરબંદરને પાણી પૂરું પાડતા બને ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે આમ છતાં પોરબંદર વિસ્તારમા અવારનવાર પાણીની ફરિયાદ ઉઠે છે. હવે પાલીકા દ્રારા ફલો મીટર લગાડવાયું છે જેથી પોરબંદર પાલિકાને પાણી પુરવઠા બોર્ડ કેટલું પાણી આપે તેનો ખયાલ આવે તેમજ હાલ જે પાણી સમસ્યા આવી રહી છે તે મુદ્દે પાલીકા પ્રમુખ જણાવ્યું હતું કે ઓફ હોસ પાવરથી પાણી આવરી રહ્યુ છે જેથી પાલિકાએ પાણી પુરવઠા બોર્ડ સાથે વાત કરતા 48 કલાક પાણી પહોંચતું થશે તેની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Food And Drugs Department: બોટાદમાં અધિકારીઓએ ભેળસેળયુક્ત મરચા પાવડરનો જથ્થો કર્યો જપ્ત

Tags :
Advertisement

.

×