Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : “પોષણ ઉત્સવ-૨૦૨૪”-સશક્ત મહિલા અને સ્વસ્થ બાળક

“પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ
gujarat   “પોષણ ઉત્સવ ૨૦૨૪” સશક્ત મહિલા અને સ્વસ્થ બાળક
Advertisement
  • Gujarat-મહિલા અને બાળ વિકાસ મંત્રી  ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ
  • સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા
  • રાજ્યભરમાં ‘ટેક હોમ રાશન’ અને ‘શ્રી અન્ન’માંથી બનતી વિવિધ પૌષ્ટીક વાનગીઓની ચાર ભાગમાં સ્પર્ધા યોજાશે
  • ૫૭ આંગણવાડી કેન્દ્રો ‘નંદધર’ તથા ત્રણ ઘટકોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ભૂમિપૂજન

Gujarat-: Nutrition Festival-2024 - “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.

Advertisement

આજનું બાળક દેશનું ભવિષ્ય છે, તેમને પોષણયુક્ત સ્વસ્થ્ય આહાર આપવો ખુબ જ જરૂરી છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.

Advertisement

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકારે અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી છે. તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી “સહી પોષણ, દેશ રોશન”ના અભિગમને સાર્થક કર્યો છે.

“પોષણ ઉત્સવ-૨૦૨૪” ચાર ભાગમાં ઊજવાશે 

“પોષણ ઉત્સવ-૨૦૨૪” વિશે માહિતગાર કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સહી પોષણ, દેશ રોશન આવશે. જેમાં રાજ્ય કક્ષાએ, દરેક ઝોન કક્ષાએ, તમામ જિલ્લા-મહાનગરપાલિકા, ઘટક તેમજ સેજા કક્ષાએ યોજાશે. આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે, શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘરઆંગણે સરળતાથી મળતા પૌષ્ટીક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આજની કિશોરીઓ ભવિષ્યની માતા છે, તેમ કહેતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા Gujarat ગુજરાત પોષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. તેમની ઉત્તમ કામગીરીથી બાળકો અને મહિલાઓના પોષણસ્તરમાં સુધારો થયો છે "

છેવાડાના બાળકો, મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર

મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, છેવાડાના બાળકો, મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર સમયસર પહોડવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ સાથે જ સચિવશ્રીએ પોષણ ઉત્સવ -૨૦૨૪ની યોજાનાર કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મોરિંગો (સરગવો), શ્રી અન્નની વાનગીઓ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

માહિતીસભર 'મોરિંગા' સરગવાની વાનગીઓ’ પુસ્તક વિમોચીત 

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર શ્રી રણજીત કુમાર સિંહ દ્વારા સ્વાગત પ્રવચન અને ગાંધીનગર કોર્પોરેશનના ICDS યોજનાના પ્રોગ્રામ ઓફીસર શ્રી આરતીબેન ઠાકરે આભાર વિધિ કરી હતી. આ ઉપરાંત સરગવામાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓની માહિતીસભર 'મોરિંગા' સરગવાની વાનગીઓ’ પુસ્તકનું મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન યોજના તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણાધિન ૫૭ આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ તથા ત્રણ ઘટક કચેરીનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના જિલ્લા પંચાયત પ્રમુખ  શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય  રીટાબેન પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ગૌરાંગ પટેલ, શ્રી અનિલભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણના સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, ICDS પ્રભાગના અધિકારી - કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો- VADODARA : MP ડો. હેમાંગ જોષીએ સંસદમાં રાહુલ ગાંધીનો ઉઘડો લીધો

Tags :
Advertisement

.

×