Amreli : ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ' : પ્રતાપ દુધાત
- Amreli લેટરકાંડ મુદ્દે PM નરેન્દ્ર મોદીને રજૂઆત
- પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે PM મોદીને લખ્યો પત્ર
- ગુજરાતામાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો : પ્રતાપ દુધાત
- બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે : પ્રતાપ દૂધાત
અમરેલી (Amreli) પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ વિવાદનો વંટોળ જોવા મળ્યો છે. ત્યારે, હવે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં પૂર્વ ધારાસભ્યે લખ્યું કે, ગુજરાતામાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો થાય છે, કારણ કે ન્યાય માટે બહેન-દીકરીઓ વલખા મારી રહી છે. દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. ગુજરાતની બહેન-દીકરીને ન્યાય મળે તેવી માગણી પૂર્વ ધારાસભ્યે પત્ર થકી કરી છે.
આ પણ વાંચો - Surat : મોબાઇલની દુકાનમાં બેઠો હતો શખ્સ, અચાનક થયું એવું કે..! આશ્ચર્ય પમાડે તેવી ઘટના CCTV માં કેદ
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે PM મોદીને લખ્યો પત્ર
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી પત્રકાંડ (Amreli letter kand) મામલે પાદીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખી દીકરીને ન્યાય અપાવવા માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, રાજ્યમાં નારી સશક્તિકરણની માત્ર જાહેરાતો થાય છે. કારણ કે, ન્યાય માટે બહેન-દીકરીઓ વલખા મારી રહી છે. દીકરીનું જાહેરમાં સરઘસ કાઢીને પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો - Mehsana: નીતિન કાકાની ધાક હજી પણ એવીને એવી જ! એક જ ફોનમાં રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ
ગુજરાતની બહેન-દીકરીને ન્યાય મળે તેવી માગણી : પ્રતાપ દુધાત
પ્રતાપ દુધાતે (Pratap Dudhat) પત્રમાં આગળ લખ્યું કે, અન્ય રાજ્યોમાં બહેન-દીકરીઓને સહાય મળી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે અલગ-અલગ યોજનાઓ જેમ કે LPG સિલિન્ડર સબસીડી, પેન્શન સહિતની યોજનાઓ અમલમાં છે. જ્યારે, ગુજરાતમાં 'એકને ગોળ એકને ખોળ'. આવી નીતિ સામે યોગ્ય ન્યાયની અપેક્ષા માટે પ્રતાપ દુધાતે પીએમ મોદીને પત્ર લખી રજૂઆત કરી છે.
આ પણ વાંચો - Surendranagar SOGએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું