ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ganesh chaturthi: ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ,ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગ ઓન ડિમાન્ડ

ganesh chaturthi  પર્વ નજીક આવતો હોવાથી હાલ ગણેશ ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવની તૈયારીઓમાં ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં મૂર્તિકારો કામે લાગી ગયા છે
11:04 PM Aug 14, 2025 IST | Mustak Malek
ganesh chaturthi  પર્વ નજીક આવતો હોવાથી હાલ ગણેશ ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવની તૈયારીઓમાં ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં મૂર્તિકારો કામે લાગી ગયા છે
ganesh chaturthi

ભાદ્રપદ મહિનામાં તહેવારોની સિઝન ચાલી રહી છે,ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવતો હોવાથી હાલ ગણેશ ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવની તૈયારીઓમાં ગણેશ મૂર્તિઓ તૈયાર કરવામાં મૂર્તિકારો કામે લાગી ગયા છે. હાલ મૂર્તિકારો ભગવાન ગણેશજીની મૂર્તિઓ વિવિધ થીમની બનાવી રહ્યા છે. આ વખતે બજારમાં ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ જોવા મળી રહી છે.

ganesh chaturthi ની તૈયારીઓ શરૂ

નોંધનીય ગણેશ ચર્તુર્થીનો તહેવારની તડામાર તૈયારીઓ હાલ પુરજોશમાં જોવા મળી રહી છે. હાલમાં લોકો વિવિધ થીમની ગણેશજીની મૂર્તિઓનો ઓર્ડર આપી રહ્યા છે, આ વખતે ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માગ વધુ જોવા મળી રહી છે. મૂર્તિકારોને મુંબઇ સિદ્વિ વિનાયક મંદિરમાં સ્થિતિ લાલબાગ જેવા ગણેશજીનની મૂર્તિ બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે, સાથે રામ અવતાર, કૃષ્ણ અવતાર જેવી ગણેશજીની મૂર્તિ બનાવવાના ઓર્ડર ખાસ મળી રહ્યા છે.

ganesh chaturthi પર્વ માટે 15 દિવસ પહેલા મૂર્તિનો ઓર્ડર આપવો પડે છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશજીના ભક્તો મૂર્તિનો ઓર્ડર 15થી 20 દિવસ પહેલા આપે છે,તેમના ઓર્ડર પ્રમાણે મૂર્તિકારો મૂર્તિ તૈયાર કરી આપે છે. એક મૂર્તિકારે જણાવ્યું હતું કે હાલમાં ઇક્રોફ્રેન્ડલી માટીના મૂર્તિના ઓર્ડર વધુ મળી રહ્યા છે. શ્રદ્વાળુઓ વિવિધ થીમના ઓર્ડર મૂર્તિ બનાવવા માટે આપી રહ્યા છે. ભાવનગરની દરિયાઇ માટીથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. આ માટીથી બનેલી મૂર્તિ કુંડમાં સહેલાઇથી વિસર્જન થઇ જાય છે, માટી પાણીમાં ઓગળી જાય છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવ વધ્યો છે. બાપ્પાની મૂર્તિ ઘરે લાવવાથી ઘરમાં વિઘ્નો દૂર થાય છે,અને ઘરમાં સુખ, શાંતિ એને સમુદ્વિમાં વધારો થાય છે.

આ પણ વાંચો:  રાજકોટ-જેતપુરમાં લોકમેળાનો માહોલ : ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી!

Tags :
Ganesh Chaturthiganesh chaturthi 2025ganesh chaturthi NEWSGujarat First
Next Article