Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himatnagar માં વરસાદી પાણીના નિકાલ માટે CMના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઇ,મકાનોને નુકસાન

Himatnagar ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ઉચ્ચસ્તરીય રજૂઆત કરાઇ છે,વરસાદી પાણીથી નિકાલ ન થતા મકાનોને નુકસાન થયું છે
himatnagar માં વરસાદી પાણીના નિકાલ માટે cmના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઇ મકાનોને નુકસાન
Advertisement
  • Himatnagar માં વરસાદી પાણીથી કુંજ વિહાર સોસાયટી પાસેના મકાનોમાં નુકસાન
  • રહીશોએ મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરી
  • વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા રહીશોની માંગ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે દિવસ અગાઉ ચાર કલાકમાં સાત ઈંચથી વધુ પડેલા વરસાદે લઈને હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં આવેલ અનેક સોસાયટીઓમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના ભાગરૂપે હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલ નિલકંઠ વિલા સોસાયટીનું પાણી કુંજ વિહાર સોસાયટીના મકાનો પાસેથી વહેતા આ મકાનોના પાયાની મજબુતી ઘટી ગઈ હોવાની આશંકા રાખીને કુંજ વિહાર સોસાયટીના રહીશોએ તરતજ મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરીને યોગ્ય કરવાની માંગ કરી છે.

Himatnagar માં વરસાદી પાણીથી મકાનોને નુકસાન

Advertisement

આ અંગે કુંજ વિહાર સોસાયટીમાં રહેતા આશાબેન પટેલ, જલ્પાબેન પટેલ, હેતલબેન પટેલ, કિર્તીભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ સહિતના ૩૦થી વધુ રહીશોએ ઓનલાઈન કાર્યક્રમમાં કરેલા આક્ષેપ મુજબ તાજેતરમાં ફકત ચાર કલાકમાં એકધારો સાત ઈંચથી વધુ વરસાદ થયો હોવાને કારણે હિંમતનગરની અનેક સોસાયટીઓના મકાનોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે અનેક સોસાયટીઓના મકાનોમાં કેડ સમા પાણી ભરાઈ જવાને કારણે અનાજ સહિત ઘરવખરી પલળી ગઈ છે. એટલુ જ નહીં પણ શહેરના મહાવીરનગરમાં આવેલ અનેક સોસાયટીઓમાં પાણીનો નિકાલ ન થવાને કારણે રસ્તાઓ પણ દેખાતા ન હતા.

Advertisement

Himatnagar માં વરસાદી પાણીના નિકાલ માટે કરાઇ રજૂઆત 

તો બીજી તરફ કાંકણોલ રોડ પર આવેલ કુંજ વિહાર સોસાયટીની બાજુની નિલકંઠ વિલાનું પાણી કુંજ વિહાર સોસાયટીના અનેક મકાનો પાસેથી પસાર થવાને કારણે કુંજ વિહાર સોસાયટીના મકાનોના પાયા પણ નબળા પડી ગયા છે જો નિલકંઠ વિલા સોસાયટીમાં રહેતા પરિવારોને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે વિનંતી કરવામાં આવી હોવા છતાં રજનુંગજ કરીને વાતનું વતેસર કરતા હોવાના આક્ષેપો કરાયા હતા. જેથી કુંજ વિહાર સોસાયટીના રહીશોએ કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે તરતજ મુખ્યમંત્રીના ઓનલાઈન કાર્યક્રમમાં રજુઆત કરી છે. એટલુ જ નહીં પણ જો વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા વિચારવામાં નહીં આવે અને અમલમાં નહીં મુકાય તો કુંજ વિહાર સોસાયટીના પરિવારો જરૂર પડે આંદોલન કરશે. જે અંગે ડીઝાસ્ટર, સાબરકાંઠા કલેકટર, મામલતદાર અને હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસરને પણ રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરી છે.

અહેવાલ - યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા 

Tags :
Advertisement

.

×