Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025: વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન

Mahakumbh 2025: વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો હાલ તેની ચરમસીમાએ છે, ત્યારે આ કુંભ મેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વીડિયો વાયરલ જોવા મળ્યો છે.
mahakumbh 2025  વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ  પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન
Advertisement
  1. પ્રયાગરાજમાં ભજન લલકારતો જોવા મળ્યો સચિન મોદી
  2. સચિન મોદીનો આ વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ
  3. ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વિડિયો વાયરલ થયો

Mahakumbh 2025: વિશ્વનો સૌથી મોટો કુંભ મેળો હાલ તેની ચરમસીમાએ છે, ત્યારે આ કુંભ મેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વીડિયો વાયરલ જોવા મળ્યો છે. આ યુવાનો અને તેમના ભક્તિમાંલીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવાનો પૈકી એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સગો ભત્રીજો સચિન મોદી છે.

આ પણ વાંચો: મહાકુંભનું આયોજન સમગ્ર વિશ્વ માટે માર્ગદર્શક બનશે, IIT કાનપુર એક રિપોર્ટ તૈયાર કરશે

Advertisement

સચિન મોદી તેમના બે મિત્રો સાથે મહાકુંભમાં દેખાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા ભત્રીજા સચિન પંકજભાઈ મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળી રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં ગયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં રમમાણ થયા છે.ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો પ્રયાગરાજ તરફ યાત્રા કરી રહ્યા છે, મહા કુંભનો લાભ લઇ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદી પણ તેમાંથી બાકાત નથી. સચિન મોદી તેમના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં ભજનો લલકારતા જોઈ શકાય છે.

Advertisement

આ પણ વાંચો: રશિયાના 7 ફૂટ ઊંચા 'મસ્ક્યુલર બાબા' પહોંચ્યા મહાકુંભમાં, વાયરલ તસવીરે મચાવી ધમાલ

સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તની જેમ ભક્તિમાં લીન

વડાપ્રધાનના સગા ભત્રીજા હોવા છતાં શાહી સ્નાન સમયે સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તની જેમ જ ભક્તિમય રીતે તલ્લીન થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન મોદી 'શ્રીરામ સખા મંડળ' નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે. આ મંડળમાં ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો સામેલ છે. આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ કાફેટેરિયામાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે એ મોટી ઉપલબ્ધી છે.

આ પણ વાંચો: અખાડાઓમાં ધાર્મિક ધ્વજ નીચે રાખવામાં આવેલા શસ્ત્રો નાગા સાધુઓની બહાદુરીનું પ્રતીક

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×