Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ, સેક્ટર ૧ થી ૩૦ ડ્રેનેજ ની કામગીરી ચાલુ: કમિશ્નર

ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીના કારણે બે દિવસ પહેલા બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાળકના મોત બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
gandhinagar   સેક્ટર 1માં બાળકના મોતને લઈને વિરોધ  સેક્ટર ૧ થી ૩૦ ડ્રેનેજ ની કામગીરી ચાલુ  કમિશ્નર
Advertisement
  • ગાંધીનગરમાં બાળકના મોત મામલે મનપા કમિશ્નરની પ્રતિક્રિયા
  • સેક્ટર-1ની ઘટનાથી વહીવટી તંત્ર ખુબજ વ્યથિત: મનપા કમિશ્નર
  • બાળકોએ અગાઉ પણ પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો
  • બાળકોને ઘટનાસ્થળેથી અગાઉ દૂર કર્યા હતા: મનપા કમિશ્નર

ગાંધીનગર સેક્ટર-1 માં બાળકના મોત મામલે મનપા કમિશ્નર જે એમ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સેક્ટર-1 ની ઘટના વહીવટી તંત્ર ખૂબ જ વ્યથીત હતી. બાળકો અગાઉ પણ નહાવા માટે પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોને ઘટના સ્થળેથી અગાઉ દૂર કર્યા હતા. બાળકના સહાય માટે વહીવટી તંત્ર વિચારણા કરી રહી છે. ત્યાં ઘટના બની એલિમેન્ટ ઓફ સેન્સિસમેન્ટ હતું. ગાંધીનગર તમામ તળાવોમાં ફૂલપ્રુફ સિક્યોર છે અને બેરિકેડ રખાયા છે. સેક્ટર 1 થી 30 ડ્રેનેજની કામગીરી ચાલુ છે. સેક્ટર 5, 6 અને 2 માં સિવાયના સેક્ટરમાં તમામ કામગીરી પૂર્ણ કરી છે. જ્યાં પ્રોબ્લેમ આવી છે ત્યાં વેટ મિક્સ નંખાયું છે. અસુરક્ષિત જગ્યા નહીં ચલાવી લેવાય હાલની સ્થિતિએ એજન્સીએ પોતે સિક્યોરિટી રાખી હતી. તેમજ જરૂર પડે સૂચના અપાશે.

Advertisement

ગાંધીનગર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

ગાંધીનગર કોર્પોરેશન હદ વિસ્તારમાં નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં બાળક ડૂબી જતા મોત નિપજ્યું હતું. જે મામલે હવે રાજકારણ શરૂ થવા પામ્યું છે. કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સેક્ટર-1 માં બાળકના મોતને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મનપાની બેદરકારીના કારણે બાળકનો જીવ ગયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મનપા દ્વારા હજુ સુદી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ગાંધીનગર મહાનગર પાલિકા સામે આંદોલનની કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot : સરધાર ગામમાં અસામાજિક તત્વોનો આતંક, ગ્રામજનોએ એક દિવસ બંધ પાળી નોંધાવ્યો વિરોધ

પગલા નહી લો તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે

ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગર પાલિકા હદ વિસ્તારમાં બે દિવસ અગાઉ સેક્ટર નં. 1 માં જે બાળક મરી ગયું. તેમાં મહાનગર પાલિકાની ભૂલ છે. 48 કલાક થવા છતાં ભૂલ સ્વીકારી નથી. તેમજ કોઈ પગલા પણ લીધા નથી. ગાંધીનગર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિ પટેલે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી પગલા નહી લો તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Surat : મોડલ અંજલિ વરમોરાની આત્મહત્યા મામલે ખુલાસો, મંગેતરના ત્રાસથી મેડલે કરી આત્મહત્યા

Tags :
Advertisement

.

×