Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રી સરસ્વતી શિશુમંદિર - ગોંડલ ખાતે વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશની "પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા" યોજાઈ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી વિશ્વનો પ્રત્યેક દેશ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવન મૂલ્યો, જ્ઞાન-વિજ્ઞાન અને મહાપુરુષોનાં અનુભવોનાં રાષ્ટ્રીય વારસાને શિક્ષણનાં માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાનો પ્રયત્ન કરે છે. વિદેશી સંસ્કૃતિનાં અંધ અનુકરણની વૃત્તિ દિવસે દિવસે વિદ્યાર્થીઓમાં વધી રહી છે. આ વૃત્તિ દૂર...
શ્રી સરસ્વતી શિશુમંદિર   ગોંડલ ખાતે વિદ્યાભારતી  ગુજરાત પ્રદેશની  પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા  યોજાઈ
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

વિશ્વનો પ્રત્યેક દેશ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવન મૂલ્યો, જ્ઞાન-વિજ્ઞાન અને મહાપુરુષોનાં અનુભવોનાં રાષ્ટ્રીય વારસાને શિક્ષણનાં માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાનો પ્રયત્ન કરે છે. વિદેશી સંસ્કૃતિનાં અંધ અનુકરણની વૃત્તિ દિવસે દિવસે વિદ્યાર્થીઓમાં વધી રહી છે. આ વૃત્તિ દૂર કરવા વિદ્યાભારતી સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ કાર્યરત છે.

Advertisement

Advertisement

આ પ્રકલ્પ અંતર્ગત વર્તમાન સત્ર માટે સમગ્ર ભારત દેશમાં "સંસ્કૃતિ મહોત્સવ" તરીકે ઉજવણી કરવી તેવું નક્કી કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાલય કક્ષાથી લઈને, અખિલ ભારતીય સ્તર સુધી કેટલીક નવી શૈલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વાર્તાકથન, શીઘ્રવકતૃત્વ, મૂર્તિકલા પ્રતિયોગિતા તેમજ લોકનૃત્ય પ્રતિયોગિતાનો સમાવેશ કરવામાં આવેલ છે.

તાજેતરમાં પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા શ્રી સરસ્વતી શિશુમંદિર ગોંડલ ખાતે સંપન્ન થઈ. જેમાં સમગ્ર ગુજરાત પ્રાંતના ૧૦ વિભાગોમાંથી ૯ વિભાગની, ૯ કૃતિઓમાં ૧૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં પ્રાંત કક્ષાએ વડોદરા વિભાગ (કાકડકુઈ) એ પ્રથમ સ્થાન, સુરત વિભાગ (અલથાણ) એ દ્વિતીય સ્થાન અને મહેસાણા વિભાગ (કલોલ) એ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ. આ દરેક વિદ્યાર્થીઓને શીલ્ડ તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં અપૂર્વભાઈ મણિયાર (વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ), ભરતભાઈ ઢોલરીયા (તા. પં .પ્રમુખ), ચિરાગભાઈ ગોલ (તા. પં. ઉપપ્રમુખ) મનીષભાઈ ચનીયારા (ન.પા.પ્રમુખ), રાજેન્દ્રસિંહ જાડેજા (ન.પા. કારોબારી ચેરમેન) ડો. ફાલ્ગુનભાઈ ગોંડલીયા, ડો. નેહાબેન ગોંડલિયા નિર્મળસિંહ ઝાલા (રા. સ્વ. સંઘ સંઘચાલકજી), જયંતિભાઈ પડસુંબિયા, વિજયભાઈ રાબડીયા, ઉમેદસિંહ હેરમા ( પ્રમુખશ્રી ભારતીય સંસ્કૃતિ પ્રતિષ્ઠાન) તથા મહેશભાઈ ચવાડીયા( મંત્રીશ્રી ભારતીય સંસ્કૃતિ પ્રતિષ્ઠાન) ખાસ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી દિપકભાઈ ભટ્ટ તેમજ ડો. આશાબેન ભટ્ટે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનાં સંયોજક તરીકે રેખાબેન રાવલે જવાબદારી સંભાળેલ. કાર્યક્રમનું સંચાલન સંજયસિંહ ઝાલાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સરસ્વતી શિશુમંદિર ગોંડલની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી.

આ પણ વાંચો - Ahmedabad News : નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન, 2100 જવાનો ખડેપગે રહેશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×