Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાલનપુરમાં ત્રણ વિદ્યાર્થીનીઓની જાહેરમાં છેડતીથી ખડભડાટ!

પાલનપુરમાં જાહેરમાં ત્રણ છાત્રાઓ સાથે છેડતીની ઘટના સામે આવી જહનારા બાગ નજીક શખ્સએ છાત્રાઓનો પીછો કરી કરી છેડતી કર્યાનો આક્ષેપ છાત્રાઓએ પણ આ અજાણ્યા વ્યક્તિનો વિડિયો ઉતારી લીધો હતો હાલમાં સ્ત્રીઓની સુરક્ષા અંગેની બાબત દેશમાં ખૂબ જ ચર્ચાઇ રહી...
પાલનપુરમાં ત્રણ વિદ્યાર્થીનીઓની જાહેરમાં છેડતીથી ખડભડાટ
Advertisement
  • પાલનપુરમાં જાહેરમાં ત્રણ છાત્રાઓ સાથે છેડતીની ઘટના સામે આવી
  • જહનારા બાગ નજીક શખ્સએ છાત્રાઓનો પીછો કરી કરી છેડતી કર્યાનો આક્ષેપ
  • છાત્રાઓએ પણ આ અજાણ્યા વ્યક્તિનો વિડિયો ઉતારી લીધો હતો

હાલમાં સ્ત્રીઓની સુરક્ષા અંગેની બાબત દેશમાં ખૂબ જ ચર્ચાઇ રહી છે. કોલકાતાના ડૉક્ટર સાથે બનેલી ઘટના એ આખા ભારતને હચમચાવી દીધું છે.ગુજરાતમાંથી હવે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.પાલનપુરમાં આવી એક ઘટના સામે આવી છે.પાલનપુરમાં જાહેરમાં ત્રણ છાત્રાઓ સાથે છેડતીની ઘટના સામે આવી છે.પાલનપુર શહેરના જહનારા બાગ નજીક એક વ્યક્તિએ છાત્રાઓનો પીછો કર્યો હતો. આ અજાણ્યા વ્યક્તિઓ છાત્રાઓનો પીછો કરી રહ્યા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

જાહેર રસ્તા ઉપર અજાણ્યા વ્યક્તિએ કરી છેડતી

Advertisement

Advertisement

સ્ત્રીઓની સુરક્ષાએ સૌથી અગત્યની બાબત છે. જો જાહેર રસ્તા ઉપર નિર્દોષ છાત્રાઓ પણ સુરક્ષિત ન હોય તો આખરે તેમણે પોતાની સુરક્ષા માટે જવું જ કયા? પાલનપુરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. પાલનપુરમાં જાહેરમાં 3 છાત્રાઓનો પીછો કરીને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના જહનારા બાગ નજીક શખ્સએ છાત્રાઓનો પીછો કરી કરી છેડતી કર્યાનો આક્ષેપ છે.આ અજાણ્યા વ્યક્તિઓ cctv કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા.વધુમાં છાત્રાઓએ પણ આ અજાણ્યા વ્યક્તિઓનો વિડિયો ઉતારી લીધો હતો, જેમાં તેઓ પોતાનો ચહેરો છુપાવતા જોવા મળ્યા હતા.કોલકત્તામાં મહિલા ડોક્ટર પર દુસ્કર્મ અને હત્યાના બનાવની સાહી સુકાઈ નથી તે પહેલા બનાસકાંઠામાં છાત્રાઓની છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચ્યો છે.

181 અભયમ પણ ન આવ્યા મદદે

સમગ્ર બાબત અંગે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ઘટનાની જાણ 181 અભયમને કરવામાં આવી હતી, પરંતુ 181 અભયમ મદદે ન આવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે.હવે આવા સમયમાં પણ જો કોઈ સુરક્ષા માટે ન આવે તો તે એક ચર્ચાનો વિષય છે. હવે 181 અભયમ અને પોલીસની શી ટિમની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : VADODARA : "વિરોધ પક્ષ" ની સ્ટાઇલમાં બગીચાનું લોકાર્પણ, સ્થાનિકોએ રીબીન કાપી

Tags :
Advertisement

.

×