Rain Forecast in Navratri 2025 : ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા, 4 દિવસ ભારે વરસાદની આગાહી
- Navratri 2025 : આગામી 4 દિવસ Heavy Rain ની શક્યતા
- અમદાવાદમાં 27 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો
- રાજ્યના 23 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
- નવરાત્રી મહોત્સવ માટે હવામાન ચિંતાનો વિષય
- ચોમાસાની વિદાય નજીક ફરી સક્રિય થયું વરસાદી સિસ્ટમ
- આગાહી: આગામી 4 દિવસ તાપમાન ઘટી શકે છે
Rain Forecast in Navratri 2025 : નવરાત્રી 2025ની ઉજવણીમાં આનંદ અને ભક્તિનો મજાનો માહોલ બની રહ્યો છે, ત્યારે આ સમય સાથે જ હવામાન પણ અનિશ્ચિત બની ગયું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં આજથી (27મી સપ્ટેમ્બર) વાતાવરણમાં પલટો જોવા મળશે અને આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સમાચાર ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે ભારે વરસાદ પ્રસંગ અને આયોજનો પર સીધો અસર કરી શકે છે.
હાલનું હવામાન અને આગાહીઓ
હવામાન વિભાગ મુજબ, શનિવારે (27મી સપ્ટેમ્બર) અમદાવાદમાં મોટા પાયે વરસાદની શક્યતા નથી, પરંતુ રવિવાર બપોર બાદ વરસાદી માહોલ શરૂ થઈ શકે છે. આગામી 4 દિવસમાં, બુધવાર સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની સંભાવના રહેલી છે. શુક્રવારે (26મી સપ્ટેમ્બર) શહેરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે વરસાદની આગાહી સાથે તાપમાન 32 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. ત્યારે રાજ્યભરમાં આગામી 4 દિવસમાં લગભગ 23 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર (27 સપ્ટેમ્બર) એ નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે સોમવાર (28 સપ્ટેમ્બર) ના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે મંગળવાર (29 સપ્ટેમ્બર) ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવનાઓ છે.
નવી વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 111 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 131 ટકા, ઉત્તર ગુજરાતમાં 119 ટકા, દક્ષિણ ગુજરાતમાં 117 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે. ચોમાસાની વિદાય નજીક આવતાં ફરી એકવાર રાજ્યમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મેઘરાજાએ મોજ શરૂ કરી દીધી છે. ગાજવીજ સાથેના આ વરસાદના કારણે મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વધુ સાવધાની રાખવાની જરૂર છે.
આ પણ વાંચો : ચંદ્ર ગ્રહણને લઈ Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી


