Rain in Gujarat : સ્વાતંત્ર્ય દિને મેઘરાજા મહેરબાન, આ જિલ્લાઓમાં વરસ્યા ધોધમાર, ખેડૂતોમાં ખુશી
- સ્વાતંત્ર દિવસે બનાસકાંઠા અને અમરેલીમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન (Rain in Gujarat)
- બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં સુઇગામ, નડાબેટ, જલોયો સહિતના વિસ્તારમાં વરસાદ
- અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોનાં ચહેરા પર સ્મિત
- ધારી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ગઢીયા, વીરપુર, માધુપુર, નાગધ્રામાં ધોધમાર વરસાદ
Rain in Gujarat : ભારતની આઝાદીનાં 79માં સ્વાતંત્ર દિનની ( 79th Independence Day) રાજ્યભરમાં નાગરિકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મેઘરાજા પણ આજે ભારતની આઝાદીનાં પર્વની ઉજવણી કરતા હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠા, અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. બનાસકાંઠાનાં (Banaskantha) સરહદી વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે. જ્યારે અમરેલી જિલ્લામાં (Amreli) સાવરકુંડલા, ધારી ગીર પંથક સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે.
આ પણ વાંચો - પાર-તાપી પ્રોજેક્ટ : અનંત પટેલની રેલીમાં ભાજપના નેતાના પતિની હાજરી, રાજકીય ગરમાવો
બનાસકાંઠાનાં સુઇગામ, નડાબેટ, જલોયો સહિતના વિસ્તારમાં વરસાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન (Rain in Gujarat) થયું છે. સુઇગામ, નડાબેટ, જલોયો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે, વરસાદનાં અભાવે બાજરી, એરંડા, મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો હતો. ત્યારે હવે વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે. જિલ્લામાં કેનાલોમાં પાણી બંધ હોવાથી વરસાદનું પાણી ખેતી માટે અમૃત સમાન સાબિત થશે.
આ પણ વાંચો - ગુજરાતની જેલોમાં સુધારણા : કેદીઓના બાળકો અને વૃદ્ધો માટે નવી યોજનાની જાહેરાત
અમરેલીમાં 42 દિવસ બાદ મેઘમહેર થતા ખેડૂતો-લોકોમાં ખુશીનો માહોલ
અમરેલી જિલ્લાની (Amreli) વાત કરીએ તો આજે સ્વાતંત્ર દિને સાવરકુંડલા, ધારી ગીર પંથક સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. અંદાજે 42 દિવસ બાદ મેઘમહેર થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ગરમી અને બફારાથી અકળાયેલા લોકોને રાહત મળી છે તો બીજી તરફ સૂકાઈ રહેલા પાકને જીવનદાન મળતા ખેડૂતો હરખભેર થયા છે. સાવરકુંડલાનાં મતિયાળા, ભાડ અને કૃષ્ણગઢ સહિતનાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. જ્યારે, ધારી ગીરનાં ગામડાઓમાં વરસાદ ખાબકતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. ધારીનાં ગઢીયા, વીરપુર, માધુપુર, નાગધ્રા, મુંજાણીયા, ગોવિંદપુર, સુખપુર સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો - Heavy Rains : ગુજરાતમાં 7 દિવસ અતિભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર


