Rain in Gujarat : હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યુ, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી
- આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે
- દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ
Rain in Gujarat : હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારને ઘમરોળશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા જિલ્લામાં જાહેર કરાયું યલો એલર્ટ ?
આજે ગુજરાતમાં વરસાદ સંદર્ભે હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં જેમાં રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારને ઘમરોળશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Heavy Rain : કચ્છ, દ્વારકાના લોકો ધ્યાન રાખજો, વરસાદ તૂટી પડશે । Gujarat First#RainAlert #GujaratWeather #JagannathYatra #MonsoonUpdate #WeatherForecast #HeavyRain #BhaktiAndRain #DevotionalJourney #GujaratFirst pic.twitter.com/zIgsqhN8H6
— Gujarat First (@GujaratFirst) June 28, 2025
હળવાથી મધ્યમ વરસાદની શક્યતાવાળા જિલ્લા
ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે હળવો, મધ્યમ અને ભારે વરસાદ પડી શકે છે. આવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની શક્યતાની આગાહી કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પાટણ, મહેસાણા જિલ્લાઓ માટે કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat : ભરુચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઢાઢર નદી બે કાંઠે વહેતા એલર્ટ જાહેર કરાયું
શા માટે નૈઋત્ય ચોમાસું મજબૂત બન્યું ?
બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શરૂઆતના 10 દિવસમાં જ રાજ્યમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે 11 ડેમો છલકાયા છે. અન્ય 20 ડેમો 80થી 99 ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર કરાયા છે. ઉપરાંત 11 ડેમોમાં 70 ટકાથી વધુ સંગ્રહ હોવાથી તેના પર સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ MNREGA Scam : AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના BJP અને Congress પર આકરા વાક પ્રહાર


