Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : રાજ્યમાં બરાબર જામ્યું ચોમાસું! અંબાલાલ પટેલે કહ્યું - હજું તો..!

ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 3 થી 7 જુલાઈ સુધી રાજ્યનાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
rain in gujarat   રાજ્યમાં બરાબર જામ્યું ચોમાસું  અંબાલાલ પટેલે કહ્યું   હજું તો
Advertisement
  1. રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી (Rain in Gujarat)
  2. 29 જુલાઈથી મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  3. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા
  4. 3 થી 7 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Rain in Gujarat : રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) મોટી આગાહી કરી છે. 29 જુલાઈથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 3 થી 7 જુલાઈ સુધી રાજ્યનાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - Surat : મેઘરાજાની ધબધબાટી! બોક્સ ક્રિકેટનો વિશાળ શેડ, 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી

Advertisement

Advertisement

ચોસામાની શરૂઆતમાં જ જળબંબાકારની સ્થિતિ!

રાજ્યમાં ચોમાસાની (Rain in Gujarat) શરૂઆતમાં જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભાવનગર (Bhavnagar), સુરતમાં (Surat) તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે મોટા ભાગનાં જિલ્લાઓમાં નદી, તળાવ, નાળા વરસાદી પાણીથી છલોછલ થયા છે. રાજ્યનાં મોટાભાગનાં ડેમોમાં પણ વરસાદી પાણીની સારી આવક થતાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. ચોમાસાની શરૂઆતમાં જ જો આવી સ્થિતિ છે તો પછી જુલાઈ, ઓગસ્ટમાં શું સ્થિતિ હશે તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) વરસાદને લઈ આગાહી સામે આવી છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યના અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, 29 જુલાઈથી ગુજરાતનાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 3 થી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો ગુજરાતના વિવિધ ડેમમાં કેટલી થઇ પાણીની આવક

Tags :
Advertisement

.

×