Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : અરવલ્લીમાં આભ ફાટ્યું! 400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી

400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને 15 જેટલા ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.
rain in gujarat   અરવલ્લીમાં આભ ફાટ્યું  400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી
Advertisement
  1. અરવલ્લી જિલ્લાનાં મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું! (Rain in Gujarat)
  2. 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતા ખેતરો પાણીમાં ગરકાવ થયા
  3. 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા, 15 ગામોમાં જવાનો માર્ગ બંધ થયો
  4. દાહોદ જિલ્લાના મીરાખેડી ગામે ધોધમાર વરસાદ બાદ પાણી ઘરોમાં ઘૂસ્યા

Rain in Gujarat : રાજ્યનાં અનેક જિલ્લાઓમાં મેહુલિયો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે સુરત બાદ અરવલ્લી જિલ્લાના (Aravalli) મોડાસા તાલુકાનાં મોતીપુરામાં આભ ફાટ્યુ હોવાની માહિતી સામે આવી છે. 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને 15 જેટલા ગામોમાં જવાનો માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ દાહોદનાં (Dahod) મીરાખેડી ગામે પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.

આ પણ વાંચો-Gujarat Rain: રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Advertisement

Advertisement

2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતા ખેતરો પાણીમાં ગરકાવ થયા

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં (Aravalli) મોડાસા તાલુકાનાં મોતીપુરા ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બે કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદ થતાં અનેક ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેનાં કારણે મગફળી, બાજરી સહિતનાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. 400 વીઘા ખેતરોનો પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે, 15 જેટલા ગામોમાં જવાનો માર્ગ બંધ થતાં વાહનવ્યવહારને અસર થઈ છે. મોતીપુરા અને ખોડિયારનગર ગામનાં લોકો ફસાયા છે. પાણીનાં પ્રવાહમાં એક બાઇક પણ તણાયું હોવાની માહિતી છે.

આ પણ વાંચો-Ahmedabad : સિંગરવા પાસે 3 માળના હાઉસિંગ ફ્લેટ ધરાશાયી, એક જ પરિવારના 4 દટાયા

તંત્રની બેદરકારી અને ઉદાસીનતા સામે લોકોમાં રોષ

બીજી તરફ દાહોદ જિલ્લાના (Dahod) મીરાખેડી ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે. હાઇવેમાં પાણીનો નિકાલ ન થતા પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. દિલ્હી-મુંબઈ કોરીડોરના (Delhi-Mumbai Corridor) પાણી ઘરો અને ખેતરોમાં ફરી વળતા સ્થાનિકો અને ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઘરોમાં પાણી (Rain in Gujarat) આવી જતાં લોકો સામાન બચાવતા નજરે પડ્યા હતા. લોકોએ તંત્રની બેદરકારી અને ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો-વાદળોની ચાદરમાં ઢંકાયો પાવાગઢનો ડુંગર, કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તોએ કર્યા માતાજીના દર્શન

Tags :
Advertisement

.

×