Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : બનાસકાંઠામાં વરસાદે માઝા મુકી, અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદે બધડાટી બોલાવી છે. અંબાજી મંદિર (Ambaji Temple) નો ચાચર ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વાંચો વિગતવાર.
rain in gujarat   બનાસકાંઠામાં વરસાદે માઝા મુકી  અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ
Advertisement
  • બનાસકાંઠામાં વરસાદે માઝા મુકી
  • અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ
  • વરસાદના બીજા રાઉન્ડથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ

Rain in Gujarat : બનાસકાંઠામાં ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે બનાસકાંઠા ફરી એકવાર વરસાદે માઝા મુકી છે. વરસાદના બીજા રાઉન્ડથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અંબાજી (Ambaji) માં પણ ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અંબાજીમાં સ્થાનિકો ઉપરાંત ભક્તોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વાહનો વરસાદી પાણીમાં ખોટકાઈ ગયા છે. અંબાજી મંદિરથી સાઈબાબા મંદિર તરફનો આખો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

અંબાજી ચાચર ચોક પાણીમાં ગરકાવ

બનાસકાંઠામાં વરસાદના બીજા રાઉન્ડથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અંબાજી (Ambaji) પંથકમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. અંબાજી મંદિરના પરિસરમાં પણ વરસાદી પાણીએ અડિંગો જમાવ્યો છે. સમગ્ર ચાચર ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલીક ધર્મશાળાઓના ગેટમાં પાણી ઘુસી જતાં યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. અંબાજીના બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા છે. અંબાજી પોલીસ સ્ટેશન પાસે તો ઘૂંટણસમા પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો પાણીમાં અટવાઈ પડ્યા છે. સ્થાનિકો અનુસાર તંત્રની બેદરકારીથી દરવર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. અંબાજીના રહેવાસીઓ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ પણ કરાઈ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

ગુજરાતના વિવિધ ડેમની સ્થિતિ

ભારે વરસાદ બાદ ગુજરાતના વિવિધ ડેમ પાણીથી છલકાઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 50 ટકા ભરાઈ ગયો છે. ગુજરાતના 12 ડેમ 100 ટકા પાણીથી છલકાયા છે. રાજ્યના 32 ડેમ 70થી 100 ટકા ભરાયા છે. ગુજરાતના 27 ડેમ 50થી 70 ટકા ભરાયા છે. રાજ્યના 59 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે. ગુજરાતના 16 ડેમમાં પાણીની વધુ પડતી આવક થતાં આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Junagadh : ઓજત વીયર ડેમનાં તમામ દરવાજે પાણી વહેતા થયા, ગિરનારમાં અદ્ભુત દ્રશ્ય

Tags :
Advertisement

.

×