Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain : છેલ્લા 2 કલાકમાં 120 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Rain : રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે,. ભરુચના વિવિધ વિસ્તારોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ માત્ર 2 કલાકમાં જ...
rain   છેલ્લા 2 કલાકમાં 120 તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ
Advertisement

Rain : રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે,. ભરુચના વિવિધ વિસ્તારોમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ માત્ર 2 કલાકમાં જ ખાબક્યો છે.

Advertisement

ભરુચના ઝઘડિયામાં પોણા 3 ઈંચ વરસાદ

હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા બે કલાકમાં ભરુચના ઝઘડિયામાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે
ભરૂચ અને અંકલેશ્વરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

જોડીયામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ

ઉપરાંત જામનગરના જોડીયામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ, બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ અને અમરેલીના બગસરામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે

બનાસકાંઠાના દિયોદરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

માંગરોળ, વાલિયા, નેત્રંગ, કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ તથા બનાસકાંઠાના દિયોદરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ અને સાગબારા અને હાંસોટ તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ પડ્યો છે. રાણાવાવ, ડેડિયાપાડા, બારડોલી, મહુવામાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

 ઉમરપાડામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ

આ સાથે સોનગઢ, કામરેજ, સુરત શહેરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. વીતેલા 24 કલાકમાં રાજ્યના 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 28 તાલુકામાં 4થી સાડા 7 ઈંચ સુધી વરસાદ પડ્યો છે અને સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉફરાંત પલસાણામાં 10 ઈંચ, ખેરગામમાં પોણા 10 ઈંચ વરસાદ પડ્યો છે અને વિસાવદર અને કામરેજમાં સાડા 8 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના બારડોલીમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.

સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત રહેતા શહેરની ખાડીઓમાં પાણી ફરી વળ્યા

સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદ યથાવત રહેતા શહેરની ખાડીઓમાં પાણી ફરી વળ્યા છે અને સપાટી ભયજનક બની છે. ખાડીના પાણી આસપાસના તમામ વિસ્તારમાં ફરી વળ્યા છે. ખાડીના જળ સ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. કમર અને કેડ સમા પાણી ભરાતા 141 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને રેસ્ક્યુ કરાયેલા તમામને સલામત સ્થળે ખસેડાયા છે. મળેલી માહિતી મુજબ કાંકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે જ્યારે કાંકરા ખાડીની સપાટી હાલ વધીને પહોંચી 6.45 મીટર પહોંચી છે. ઉપરાંત પાંડેસરાની ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર છે અને પાંડેસરાની ખાડીની સપાટી 6.70 મીટરે પહોંચી છે.

આ પણ વાંચો---Rain 2024 : આગામી 3 કલાક થઇ શકે દે..ધનાધન..! ચેતજો...

આ પણ વાંચો----GUJARAT માં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસ્યો અનરાધાર વરસાદ

Tags :
Advertisement

.

×