Raj Thackeray : 'રાજ ઠાકરે રાષ્ટ્રની માફી માગે...', ગુજરાતભરમાં રોષ! નેતાઓની પ્રતિક્રિયા
- રાજ ઠાકરેના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો (Raj Thackeray)
- ગુજરાતીઓ, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અંગે વિવાદિત નિવેદન આપ્યું
- રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતભરમાં લોકોમાં ભારે રોષ!
- અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ અને ઋત્વિજ પટેલની પ્રતિક્રિયા
Raj Thackeray : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં (MNS) પ્રમુખ રાજ ઠાકરે એ 18 જુલાઈ, 2025 ના રોજ મીરા ભાયંદર ખાતે યોજાયેલી એક જાહેર સભામાં આપેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ ઠાકરેનાં નિવેદન બાદ હવે ગુજરાતમાં એક બાદ એક નેતાની પ્રતિક્રિયા સામે આવી રહી છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya), એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અને ભાજપ પ્રવક્તા ઋત્વિજ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે.
રાજ ઠાકરેનું ગુજરાતીઓ, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અંગે વિવાદિત નિવેદન
જણાવી દઈએ કે, રાજ ઠકારેએ (Raj Thackeray) જાહેર સભામાં આરોપ લગાવી કહ્યું હતું કે, ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને (Mumbai) મહારાષ્ટ્રથી અલગ કરવાનાં પ્રયાસો થયા હતા. ઉપરાંત, રાજ ઠાકરે એ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ (Morarji Desai) પર પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. રાજ ઠાકરેનાં નિવેદન અંગે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરે એ સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન કર્યું છે. આ મહાપુરુષોનું જ નહીં પણ રાષ્ટ્રનું અપમાન છે. આ અપમાન ક્યારેય ચલાવી નહી લેવામાં આવે.
ગુજરાતીઓની પહેલેથી જ મુંબઇ પર નજર છેઃ રાજ ઠાકરે
વલ્લભભાઇને અમે લોહપુરૂષ બનાવ્યા હતાઃ રાજ ઠાકરે
પટેલ મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતાઃ ઠાકરે
મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતોઃ ઠાકરે
ગુજરાતી વેપારીઓ અને નેતાઓ પર સાધ્યું નિશાન
રાજ ઠાકરેના નિવેદન પર ગુજરાત ભરમાં… pic.twitter.com/NgEJho7T7Q— Gujarat First (@GujaratFirst) July 19, 2025
આવી ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ : અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, હું તેમના નિવેદનને ખૂબ મજબૂતાઈથી વખોડું છું. રાજ ઠાકરે એ આવી ટિપ્પ્ણી બદલ રાષ્ટ્રની માફી માગવી જોઈએ. સાથે જ ભવિષ્યમાં આવી રીતે મહાપુરુષનું અપમાન ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં (Maharashtra) વસતા કોઈ પણ રાજ્યના વ્યક્તિ હોય તેમને મરાઠી આવડવી જ જોઈએ, એવી દાદાગીરી પણ ન કરવી જોઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે ત્યાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરે ગુજરાત અને સરદારનું અપમાન કરી રહ્યા છે. સરકાર સામે વિરોધ હોઈ શકે પરંતુ, સરદાર પટેલ કે મોરારજી દેસાઈ વિશે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપવું જોઈએ નહીં. ભાષા કે પ્રાંતનાં મુદ્દાને વચ્ચે ન લાવવા જોઈએ.
આ પણ વાંચો - હવે તો હદ કરી! ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેએ કહ્યું એવું કે થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ
સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભારે પડશે : લાલજી પટેલે
રાજ ઠાકરેના વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતીઓ અને સરદાર પટેલ વિરુદ્ધ રાજ ઠાકરેના વિવાદિત નિવેદન પર એસપીજીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે (Lalji Patel) આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ ઠાકરેને મરાઠી સિવાય કોઈ ગમતા જ નથી. ઠાકરે વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરે એ સરદાર પટેલને અપમાનિત કર્યા છે. પરંતુ, હવે સરદાર પટેલનું અપમાન રાજ ઠાકરેને ભારે પડશે. લાલજી પટેલે કહ્યું કે, રાજ ઠાકરેનો (Raj Thackeray) ગુજરાતમાં કોઈ કાર્યક્રમ હશે તો જાહેરમાં વિરોધ કરીશું. રાજ ઠાકરેની માનસિકતા હંમેશા ગુજરાતીઓ વિરુદ્ધની રહી છે.
રાજ ઠાકરેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપ નેતાની પ્રતિક્રિયા
ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક જ રાજ્ય હતુ: ઋત્વિજ પટેલ
વિદર્ભ તરીકે રાજ્ય ઓળખાતુ હતુ: ઋત્વિજ પટેલ
ગુજરાતી અને મહારાષ્ટ્રીયન હળી-મળીને રહેતા: ઋત્વિજ પટેલ
કોર્પોરેશનમાં પણ એકપણ બેઠક જીતી નથી શક્યા: ઋત્વિજ પટેલ
સસ્તી… pic.twitter.com/TO5k8E0rNF— Gujarat First (@GujaratFirst) July 19, 2025
આ પણ વાંચો - Surat : નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો
ગુજરાતમાં મરાઠી અને મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો છે : ઋત્વિજ પટેલ
રાજ ઠાકરેના નિવેદન મુદ્દે ભાજપ પ્રવક્તા ઋત્વિજ પટેલે (Rutvij Patel) પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક જ રાજ્ય હતું. વિદર્ભ તરીકે રાજ્ય ઓળખાતું હતું. ગુજરાતમાં મરાઠી અને મહારાષ્ટ્રમાં ગુજરાતી લોકો છે. ઋત્વિક પટેલે કહ્યું કે, તેઓ કોર્પોરેશનમાં એક પણ બેઠક જીતી શક્યા નથી. આથી, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. અમે સખત શબ્દોમાં નિવેદનનો વિરોધ કરીએ છે.
આ પણ વાંચો - Mukesh Bambha : મુકેશ બામ્ભાએ આપઘાતનું નાટક કરતાં જેલમાં ખટલો ચાલ્યો, બે મહિના માટે મુલાકાત બંધ


