Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ઉત્તરાયણ પહેલાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

ઉત્તરાયણ પહેલા રાજકોટમાં (Rajkot) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટમાં ઉત્તરાયણ પહેલાપોલીસ દ્વારા ચાઈનીઝ રીલના (Chinese rope) 33 નંગ ઝડપી પાડ્યા હતા. પ્રતિબંધિત દોરી સાથે જગદીશભાઈ ધરજીયા નામનો શખ્સ ઝડપાયો છે. પોલીસ દ્વારા આરોપી ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
rajkot  ઉત્તરાયણ પહેલાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો  એક આરોપીની ધરપકડ
Advertisement
  • રાજકોટમાં (Rajkot) ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરી ઝડપાઈ
  • પોલીસ દ્વારા ચાઈનીઝ રીલના 33 નંગ ઝડપી પાડ્યા
  • પ્રતિબંધિત દોરી સાથે જગદીશભાઈ ધરજીયા નામનો શખ્સ ઝડપાયો
  • આરોપી ક્યાંથી ચાઈનીઝ દોરી લાવ્યો હતો તે અંગે તપાસ

Rajkot: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવારને હવે માત્ર એક મહિનો જ બાકી છે.આ તહેવાર ગુજરાતીઓ માટે ખાસ આનંદ અને ઉત્સાહનો પર્વ છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ માનવજીવન અને પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે. ચાઈનીઝ દોરી તીક્ષ્ણ અને અત્યંત મજબૂત હોવાથી તેનાથી ગળું કપાવાના અકસ્માતો બનતા હોય છે, જેના કારણે રાજ્ય સરકાર અને કોર્ટ દ્વારા તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સખત પ્રતિબંધ છે.આવા પ્રતિબંધ છતાં રાજકોટમાં (Rajkot) ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર ચાલતો હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

Rajkot-Chinese rope-Gujarat first

Advertisement

ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પહેલાં જ રાજકોટ પોલીસે દરોડો પાડીને પ્રતિબંધિત ચાઈનીઝ રીલના 33 નંગ ઝડપી પાડ્યા છે.આ કાર્યવાહીમાં જગદીશભાઈ ધરજીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Advertisement

Rajkot-Chinese rope-Gujarat first

આરોપીની પૂછપરછ શરૂ

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપી જગદીશભાઈ ધરજીયા ઉત્તરાયણની સિઝનમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરવાના ઈરાદે આ જથ્થો લાવ્યો હતો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને તે ક્યાંથી આ પ્રતિબંધિત દોરીનો જથ્થો લાવ્યો હતો તે અંગે ઊંડી તપાસ હાથ ધરી છે. સંભવ છે કે આ કેસમાં વધુ આરોપીઓના નામ સામે આવી શકે છે.પોલીસની આવી કાર્યવાહીઓથી તહેવાર દરમિયાન અકસ્માતોને અટકાવવામાં મદદ મળશે અને નાગરિકો સુરક્ષિત રીતે ઉત્સવ માણી શકશે.

આ પણ વાંચો: Patan: સાઈબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો,4 આરોપીઓની ધરપકડ

Tags :
Advertisement

.

×