Rajkot: સત્યનારાયણની કથા બંધ કરાવવા મામલે જયંત પંડ્યા સામે ફાટ્યો આક્રોશ
- રાજકોટમાં જયંત પંડ્યાનો ભારે વિરોધ
- બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણોનો વિરોધ
- સત્યનારાયણ ભગવાનના જયઘોષ સાથે વિરોધ
Rajkot: રાજકોટમાં PGVCLની કચેરીમાં કથા બંધ કરવવા માટે અત્યારે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા સામે વિવાદ વધારે વકર્યો છે. રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન જયંત પંડ્યાના ઘર બહાર મંત્રોચ્ચાર સાથે ગંગાજળનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
Rajkotમાં કથા બંધ કરાવવા સામે ફાટ્યો આક્રોશ | Gujarat First
રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ
બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણોનો વિરોધ
જયંત પંડ્યાના ઘર બહાર મંત્રોચ્ચાર સાથે ગંગાજળનો છંટકાવ
સત્યનારાયણ ભગવાનના જયઘોષ સાથે વિરોધ
બે દિવસ પહેલા જયંત પંડ્યાએ બંધ… pic.twitter.com/HaSYclSwZ6— Gujarat First (@GujaratFirst) October 29, 2024
આ પણ વાંચો: Ahmedabad : મહેશ લાંગા, આગમ શાહ, આબેદા અને ઉજેફ પત્રકારના સ્વાંગમાં ગુનેગાર
જયંત પંડ્યાના ઘર બહાર મંત્રોચ્ચાર સાથે ગંગાજળનો છંટકાવ
સત્યનારાયણ ભગવાનના જયઘોષ સાથે બ્રહ્મ સમાજના આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણોએ વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જયંત પંડ્યાએ કથા બંધ કરાવી હતી. રાજકોટમાં PGVCLની કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરવવા મામલે અત્યારે ખુબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજના આગેવાનોએ કહ્યું કે, જયંત પંડ્યાએ આ પહેલીવાર નથી કર્યું આ પહેલા પણ તેઓએ બ્રહ્મ સમાજનો વિરોધ કર્યો છે. સનાતન ધર્મના ધાર્મિક કાર્ય જયંત પંડ્યા કેવી રીતે બંધ કરાવી શકે? તેવું બ્રહ્મ સમાજના લોકો કહીં રહ્યાં છે.
આ પણ વાંચો: GPCB એ બનાસકાંઠા અને પાટણમાં પ્રદૂષણ ફેલાવતા 65 એકમોને નોટિસ ફટકારી
વિજ્ઞાનજાથાએ અહીં આવીને કથાને બંધ કરવી હોવાના આક્ષેપો
નોંધનીય છે કે, રાજકોટમાં આવેલી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા ચાલી રહીં હતી. આ દરમિયાન વિજ્ઞાનજાથાએ અહીં આવીને કથાને બંધ કરવી હોવાના આક્ષેપો લાગ્યાં છે. વીજ કચેરીમાં સત્યનારાણયની કથા ચાલી રહીં હતી ત્યારે વિજ્ઞાનજાથા આવે છે અને કાયદાની વાત કરતા કહે છે કે, કાયદા પ્રમાણે આ ખોટું છે, આવી રીતે સરકારી કચેરીમાં તેમે કથા ના કરી શકો.આ બાબતને લઈને અત્યારે બ્રહ્મ સમાજ રોષમાં હોવાનું સામે આવ્યું છે. આજે ફરી પણ રાજકોટમાં વિરોધના સૂર જોવા મળ્યા છે.
આ પણ વાંચો: Gondal નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી, આજે યોજાઈ હતી ચૂંટણી


