ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot:‘લાલો’ ફિલ્મના કલાકારો-પ્રોડ્યુસર-ડિરેક્ટરને પોલીસનું તેડું, મેનેજર બાદ કલાકારો સામે કાર્યવાહી

રાજકોટમાં (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (Crystal Mall) ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન (Lalo film promotion) કાર્યક્રમ દરમિયાન અફરાતફરી મામલે મોલના મેનેજર બાદ કલાકારો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોલમાં હાજર સ્ટારકાસ્ટ,પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું મળ્યું છે. કલાકારોને પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. જો નિવેદન સંતોષકારક નહિ હોય તો કલાકારો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઇ શકે છે.
10:12 AM Dec 04, 2025 IST | Sarita Dabhi
રાજકોટમાં (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (Crystal Mall) ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન (Lalo film promotion) કાર્યક્રમ દરમિયાન અફરાતફરી મામલે મોલના મેનેજર બાદ કલાકારો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોલમાં હાજર સ્ટારકાસ્ટ,પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું મળ્યું છે. કલાકારોને પોલીસે ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. જો નિવેદન સંતોષકારક નહિ હોય તો કલાકારો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઇ શકે છે.
Rajkot-Crystal Mall-Lalo film promotion-Gujarat first

રાજકોટમાં (Rajkot) ક્રિસ્ટલ મોલમાં (Crystal Mall) ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન (Lalo film promotion) કાર્યક્રમ દરમિયાન અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે મોલના મેનેજર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે માત્ર મેનેજર સામે જ પોલીસે કાર્યવાહી કરતા સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે હવે આ મામલે ફિલ્મના કલાકારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોલમાં હાજર સ્ટારકાસ્ટ,પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું મળ્યું છે. પોલીસે તેમને ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે. જો નિવેદન સંતોષકારક નહિ હોય તો કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઇ શકે છે.

મોલના મેનેજર બાદ કલાકારો પર પણ કાર્યવાહી

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન હજારો લોકોનો ધસારો થતાં ભયાનક અફરાતફરી સર્જાઈ હતી. ભીડના કારણે અનેક બાળકો ફસાઈ ગયા હતા અને ઘણાંને ધક્કા લાગ્યા હતા. બાળકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો ગંભીર આરોપ ઉઠ્યો છે.આયોજકોએ પોલીસ પરમિશન વગર જ હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ધરાશાયી થઈ ગઈ. ભીડનો માહોલ જોઈને કલાકારોએ કાર્યક્રમ તાત્કાલિક રદ કરી દીધો, પરંતુ તે પહેલાં જ હાહાકાર મચી ગયો હતો.આ મામલે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના PSIએ ફરિયાદી બનીને ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે જાહેર સુરક્ષા જોખમમાં મૂકવા અને પોલીસ પરમિશન વગર મોટી સંખ્યામાં લોકો એકઠા કરવા બદલ ફરિયાદ નોંધી છે.

કલાકારો પર જાહેરનામા ભંગની થઇ શકે છે ફરિયાદ

હવે મોલ મેનેજર બાદ ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડિરેક્ટર પર પણ પોલીસે કાર્યવાહીનો સિલસિલો શરૂ કર્યો છે. તમામને ટેલિફોનિક નોટિસ આપીને નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યા છે. જો તેમનું નિવેદન સંતોષકારક ન લાગે તો તેમની સામે પણ જાહેરનામા ભંગ તથા જાહેર સુરક્ષા જોખમમાં મૂકવાની કલમો હેઠળ ગુનો નોંધાઈ શકે છે.આ ઘટનાએ ફરી એકવાર ફિલ્મ પ્રમોશન કાર્યક્રમોમાં પોલીસ પરમિશન અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના મહત્વને ઉજાગર કર્યું છે.

આ પણ વાંચો:  Banaskantha: રાજકીય તણાવ વચ્ચે DyCM હર્ષભાઈ સંઘવી જશે વડગામ, MLA જીગ્નેશભાઈ મેવાણીના પડકારનો આપશે જવાબ!

Tags :
Directorfilm 'Laalo'film's actorsgujarat FirtpoliceProducerpromotionRAJKOTsummons
Next Article