ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: કથાકાર ગોવિંદદાસનું વિવાદિત નિવેદન, દલિત સમાજમાં રોષની લાગણી

રાજકોટમાં કથાકાર ગોવિંદદાસનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કથાકારનાં નિવેદનને લઈને તાત્કાલિક માફી માંગે તેવી દલિત સમાજની માંગ છે.
11:24 PM Apr 11, 2025 IST | Vishal Khamar
રાજકોટમાં કથાકાર ગોવિંદદાસનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કથાકારનાં નિવેદનને લઈને તાત્કાલિક માફી માંગે તેવી દલિત સમાજની માંગ છે.
rajkot news gujarat first

કથાકાર ચંદ્ર ગોવિંદદાસનાં વિવાદિત નિવેદનને લઈ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોવિંદદાસે બંધારણ બનાવવાળા લોકોને મૂર્ખ કહ્યા હતા. તેમજ બંધારણ બનાવવા વાળા લોકો અવ્વલ નંબરના મૂર્ખ હશે. સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. આ સંવિધાન ધર્મના આધારે બનવું જોઈએ.

વિવાદને લઈ દલિત સમાજમાં રોષ

જો કે વિવાદાસ્પદ નિવેદનને લઈને દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર દ્વારા તાત્કાલિક આ પ્રકારનાં નિવેદન મામલે માફી માંગે તેવી માંગ કરી છે. તેમજ આ પ્રકારના કથાકારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમાં દલિત સમાજે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ Gujarat High Court ના નકલી સરકારી વકીલને સોલા પોલીસે પકડ્યો, હત્યારો 9 મહિનાથી હતો ફરાર

કાયદાનો પાઠ ભણાવવામાં આવે

આ બાબતે દલિત સમાજનાં આગેવાન દ્વારા જણાવ્યું હતું કે, બંધારણનાં લીધે તમે આજે બોલી રહ્યા છો. તને પણ બોલવાનો અધિકાર ન હતો. એવું કહ્યું કે અવ્વલ નંબરના મૂર્ખ હશે. જો ખબર ન હોય તો અમેરિકા જઈને જોવું. કોલંબીયાની યુનિવર્સિટીમાં નંબર વન વિદ્યાર્થી ડો. બાબા સાહેબ આંબેડકર જેમણે બંધારણ ઘડ્યું છે. એમ કહે છે કે બંધારણ ઘડનાર કેટલો મૂર્ખ છે. તેમજ આ ચંદ્રદાસને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી નમ્ર અપીલ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: UCC અને વકફના વિરોધ મામલે હાઈકોર્ટમાં અરજી, મૌન રેલી માટે માંગી હતી મંજૂરી

Tags :
dr babasaheb ambedkarDr. Babasaheb Ambedkar Birth AnniversaryGujarat FirstGUJARAT FIRST NEWSRAJKOTRajkot NewsstatementStoryteller Govinddas
Next Article