Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Crime News: ઘર કંકાસમાં પ્રેમીએ પ્રેમિકાનો જીવ લીધો, વાંચો અહેવાલ

Rajkot Crime News: સુરતમાં પ્રેમના નામે બનેલી ગ્રીષ્મા સાથે ઘટનાથી આપણે સૌવ અવગત થયેલા છે. આ ઘટના બાદ રાજ્ય સરકારી તમામ પોલીસ અને ખાસ કરીને મહિલા માટે નિયુક્ત કરવામાં આવેલી મહિલા પોલીસ સામે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈ રાજ્ય સુરક્ષા સમક્ષ...
rajkot crime news  ઘર કંકાસમાં પ્રેમીએ પ્રેમિકાનો જીવ લીધો  વાંચો અહેવાલ
Advertisement

Rajkot Crime News: સુરતમાં પ્રેમના નામે બનેલી ગ્રીષ્મા સાથે ઘટનાથી આપણે સૌવ અવગત થયેલા છે. આ ઘટના બાદ રાજ્ય સરકારી તમામ પોલીસ અને ખાસ કરીને મહિલા માટે નિયુક્ત કરવામાં આવેલી મહિલા પોલીસ સામે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈ રાજ્ય સુરક્ષા સમક્ષ આગળી ઉઠી હતી. ત્યારે ફરી એકવાર રાજ્યમાં પ્રેમના નામે પ્રેમીએ પ્રમિકાને મોત આપ્યું છે.

  • Rajkot માં પ્રેમીએ પ્રેમીકાની કરી હત્યા
  • પ્રેમીકાનું ઓશિકા વડે મોઢું દબાવ્યું
  • આરોપી સંજય એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે

ત્યારે Rajkot માં University માં આવેલા એક ક્વોટર્સમાં ઈલા ઉર્ફે કિરણ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પર તેમના બહેનની નજર પડી હતી. ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. Rajkot Police ઘટના સ્થળે આવીને તપાસ કરતા મહિલાને ઓશીકા વડે ડૂમો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં Rajkot Police હત્યારાની શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી.

Advertisement

Rajkot Crime News

Rajkot Crime News

Advertisement

પ્રેમીકાનું ઓશિકા વડે મોઢું દબાવ્યું

જે બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ તેમજ અધિકારીઓ સાથે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે મહિલા તેના પ્રેમી સાથે છેલ્લા 3-4 મહિનાથી મૈત્રી કરાર કરીને રહેતી હતી. ત્યારે પ્રેમી સંજય ગોસાઇએ ઓશીકા વડે મોઢા પર ડૂમો આપી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી સંજય એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે

આ દરમિયાન આરોપી સંજય પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની ધરપકડ કરી બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પ્રેમિકા અગાઉથી પરણિત હતી અને તેનો 1 દીકરો પણ છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સંજય એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. જોકે, હત્યા પાછળ શું કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી

આ પણ વાંચો: VAISHALI JOSHI CASE : PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી

આ પણ વાંચો: Banner controversy : કારમાંથી ઉતરેલા 2 શખ્સ પાછળ કોનો દોરીસંચાર?

Tags :
Advertisement

.

×